- ગ્રામસભામાં સરકારની વિવિધ યોજનાઓના લાભ અંગેની માહિતી અપાઈ
- ગ્રામસભામાં જિલ્લા સામાજિક ઓડિટર આગેવાનો સહિતના લોકો રહ્યાં ઉપસ્થિત
ગીર સોમનાથ: વેરાવળ તાલુકાના બીજ ગામે સામાજિક ઓડિટ અંતર્ગત ગ્રામ સભા યોજાઈ હતી. આ ગ્રામ સભામાં તલાટી સોનલ દ્વારા ગ્રામજનોના પ્રશ્નો અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ NSAP અંતર્ગતના લાભો અંગેની માહિતીનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. જિલ્લા સામાજિક ઓડિટર દ્વારા વિવિધ યોજનાઓની તપાસ અંગેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ સરકારની વિવિધ યોજનાઓના લાભ અંગેની માહિતી આપવામાં આવી હતી. તેમજ આ ગ્રામસભામાં જિલ્લા સામાજિક ઓડિટર, તલાટી, સરપંચ, ઉપસરપંચ, શાળાના આચાર્ય, જી.આર.એસ તેમજ આગેવાનો, શાળાનો સ્ટાફ અને આંગણવાડી વર્કરો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
વેરાવળ તાલુકાના બીજ ગામે સામાજિક ઓડિટ અંતર્ગત ગ્રામ સભા યોજાઈ હતી. આ ગ્રામસભામાં જિલ્લા સામાજિક ઓડિટર દ્વારા સરકારની વિવિધ યોજનાઓના લાભ અંગેની માહિતી આપવામાં આવી હતી. ગ્રામ સભામાં તલાટી સોનલબેન દ્વારા ગ્રામજનોના પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન કરવામાં આવ્યું હતું તેમજ NSAP અંતર્ગતના લાભો અંગેની માહિતીનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.
જિલ્લા સામાજિક ઓડિટર દ્વારા વિવિધ યોજનાઓની તપાસ અંગેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ સરકારની વિવિધ યોજનાઓના લાભ અંગેની માહિતી આપવામાં આવી હતી. આ ગ્રામસભામાં જિલ્લા સામાજિક ઓડિટર ગોવિંદ સોલંકી, તલાટી સોનલબેન, સરપંચ, ઉપસરપંચ, શાળાના આચાર્ય નિમાવત, જી.આર.એસ લક્ષ્મણ બારડ તેમજ આગેવાનો, શાળાનો સ્ટાફ અને આંગણવાડી વર્કરો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ: અતુલ કોટેચા