- વિદ્યાર્થીઓને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું પ્રેકટીકલ જ્ઞાન અપાયું
- શાળાના 8 વિદ્યાર્થીઓ ઉમેદવારી ફોર્મ ભરીને પ્રચાર-પ્રસાર કરી ચૂંટણી લડ્યા
- ચૂંટણીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત 850 મતદારોએ મતદાન માટે જોડાયા
મોરબીની નીલકંઠ વિદ્યાલયમાં ’65 મોરબી-માળીયા વિધાનસભા વિદ્યાર્થી MLA ચૂંટણી’ નું આયોજન કરી વિદ્યાર્થીઓને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું પ્રેકટીકલ જ્ઞાન આપવામાં આવ્યું હતું. નીલકંઠ વિદ્યાલયમાં બાળકોને નાનપણથી જ ચૂંટણી પ્રક્રિયા વિશે પ્રેકટીકલ જ્ઞાન આપવા શાળા ખાતે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શાળાના 8 વિદ્યાર્થીઓ ઉમેદવારી ફોર્મ ભરીને પ્રચાર-પ્રસાર કરી ચૂંટણી લડ્યા હતા. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાથી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ અને જ્ઞાનમાં મહદઅંશે વધારો થયો હતો. તેમજ ચૂંટણીમાં નીલકંઠ વિદ્યાલયના ધોરણ 4 થી 12 ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત 850 મતદારોએ મતદાન માટે જોડાયા હતા.
મોરબીની નીલકંઠ વિદ્યાલયમાં ’65 મોરબી-માળીયા વિધાનસભા વિદ્યાર્થી MLA ચૂંટણી પ્રક્રિયા યોજીને વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન અપાયું હતું. શાળાના 8 વિદ્યાર્થીઓ ઉમેદવારી ફોર્મ ભરીને પ્રચાર-પ્રસાર કરી ચૂંટણી લડ્યા હતા. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાથી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ અને જ્ઞાનમાં મહદઅંશે વધારો થયો હતો.
મોરબીમાં નીલકંઠ સ્કૂલમાં ધો. 6 થી 9 સામાજીક વિજ્ઞાનમાં સરકાર, સરકારની રચના, સ્થાનિક ચૂંટણી પ્રક્રિયા, ચૂંટણી પંચ, ભારતીય બંધારણ, કાયદો જેવા પાઠ આવે છે. ત્યારે વિદ્યાર્થીઓને આ માટે પ્રેકટીકલ જ્ઞાન મળે તે માટે નીલકંઠ વિદ્યાલય દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે થાય છે તેનું વાસ્તવિક જ્ઞાન મળે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણીનું કેવી રીતે આયોજન થાય છે, કેવી રીતે ઉમેદવાર ચૂંટાય છે, ચૂંટણી ફોર્મ પ્રક્રિયા,પ્રચાર-પ્રસાર, મતદાન થાય તેનું પ્રેકટીકલ શિક્ષણ આપવા હેતુ વિદ્યાર્થી ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારે આ અંગે મોરબી નીલકંઠ વિદ્યાલયના શિક્ષક જીતુ વડસોલા દ્વારા જણાવાયું છે કે મોરબી નીલકંઠ વિધતાલયમાં બાળકોને નાનપણથી જ ચૂંટણી પ્રક્રિયા વિશે પ્રેકટીકલ જ્ઞાન આપવા શાળા ખાતે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીને ’65 મોરબી-માળીયા વિધાનસભા વિદ્યાર્થી MLA ચૂંટણી’ નામ આપવામાં આવ્યું છે, આ ચૂંટણી પ્રક્રિયાનું આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય ધોરણ 6 થી 9 સામાજિક વિજ્ઞાનમાં આવતા સરકાર, સરકારની રચના, સ્થાનિક ચૂંટણી, બંધારણ, કાયદો જેવા પાઠનું વિદ્યાર્થીઓને પ્રેકટીકલ શિક્ષણ મળે તે માટેનો છે, ત્યારે આ ચૂંટણીમાં નીલકંઠ વિદ્યાલયના ધોરણ 4 થી 12 ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત 850 મતદારોએ મતદાન માટે જોડાયા હતા. નિયમ મુજબ 18 વર્ષે મતદાન આપવાની અધિકાર મળે છે પરંતુ હાલ નીલકંઠ વિદ્યાલયમાં ચૂંટણીનું આયોજન કરી ધોરણ 4 થી 12ના વિદ્યાર્થીઓને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું પ્રેકટીકલ નોલેજ આપવા બૂથ-લેવલ ઓફિસર, પોલિંગ-ઓફિસર, પ્રિસાઈડીંગ ઓફિસર, ઉમેદવાર, પ્રચાર-પ્રસાર મતદાન, મત ગણતરી જેવી પ્રક્રિયાનું પ્રેકટીકલ જ્ઞાન મળે તે માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.
અહેવાલ: ઋષિ મહેતા