- રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
- હવે ખાનગી હોસ્પીટલના મેડીકલ સ્ટોરમાંથી જ દવા લેવી ફરજીયાત નહિ
- રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જારી કર્યો પરિપત્ર
- કમિશનર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
રાજ્યમાં આવેલ હોસ્પિટલો ખાતે આવેલ ઇન હાઉસ મેડીકલ સ્ટોર પર-“આ હોસ્પીટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી ” તેવા સાઈન બોર્ડ પ્રસિદ્ધ કરવા બાબત…
• રાજ્યના નાગરિકો ને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત અને યોગ્ય ભાવે મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે.
• ખોરાક અને ઔષધ નિયમનતંત્રના કમિશ્નર ડૉ.એચ.જી.કોશિયા જણાવે છે કે તંત્રના ધ્યાન ઉપર આવ્યા મુજબ રાજ્યમાં આવેલ હોસ્પિટલો દ્વારા તેઓના હોસ્પિટલ ખાતે સારવાર કરાવવા આવતા દર્દીઓને ઇન હાઉસ મેડીકલ સ્ટોર ખાતેથી જ દવા ખરીદવા ફરજ પાડવામાં આવતી હોય છે. જેથી દર્દીઓ જેનરિક દવાઓ કે અન્ય સસ્તી દવાઓ મેળવી શકતા નથી અને આર્થિક બોજો સહન કરવો પડે છે.
• જેથી જાહેર જનતાના હિતમાં તંત્ર દ્વારા તમામ હોસ્પિટલોની ઇન હાઉસ મેડીકલ સ્ટોરના સંચાલકોને -“આ હોસ્પીટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી ” તેવા સાઈન બોર્ડ પ્રસિદ્ધ કરવા અંગેની કાર્યવાહી કરવા જણાવેલ છે. જેથી દર્દીઓ સરળતાથી કોઈપણ મેડીકલ સ્ટોર ખાતેથી દવા ખરીદી શકે.
(ડૉ. એચ. જી. કોશીયા)
કમિશનર
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર,
ગુજરાત રાજ્ય, ગાંધીનગર