- કેનેડામાં 4.2 લાખ વિધાર્થીઓ સાથે સૌથી વધુ સંખ્યા ભારતીય વિદ્યાર્થીઓની
તાજેતરના વર્ષોમાં, કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની નોંધણીમાં નોંધપાત્ર વધારો અનુભવ્યો છે, જેમાં ભારતીય વિદ્યાર્થીઓનું પ્રમાણ વધારે છે. ત્યારે કેનેડામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ પર હાલ સંકટના વાદળ છવાઈ ગયા છે. કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને માર્કસ અને હાજરી સહિત અભ્યાસ પરમિટ, વિઝા અને શૈક્ષણિક રેકોર્ડ્સ જેવા મહત્ત્વના દસ્તાવેજો ફરીથી સબમિટ કરવા માટે ઈમેલ દ્વારા જાણ કરાઈ છે. ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશીપ કેનેડા (ઈંછઈઈ),ના આ ઈમેઇલ દ્વારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ઊભો છે, જેમાંથી ઘણા વિદ્યાર્થીઓ બે વર્ષ સુધીની માન્યતા ધરાવતા વિઝા ધરાવે છે.
આઈઆરસીસી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના ધસારાને નિયંત્રિત કરવા, કડક નાણાકીય જરૂરિયાતો રજૂ કરવા અને વિદ્યાર્થીઓના પ્રવેશ પર મર્યાદાઓ મૂકવા માટે તેની નીતિઓને કડક બનાવે છે. બ્રિટિશ કોલંબિયામાં અભ્યાસ કરતા હૈદરાબાદના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, “જ્યારે મને ઈમેલ મળ્યો ત્યારે મને થોડો આઘાત લાગ્યો હતો. મારા વિઝા 2026 સુધી માન્ય છે, તેમ છતાં મને મારા તમામ દસ્તાવેજો ફરીથી સબમિટ કરવાનું કહેવામાં આવ્યું હતું.” “તેઓને હાજરી, માર્કસ, અમે ક્યાં પાર્ટ-ટાઇમ કામ કરીએ છીએ વગેરેના પુરાવા માંગ્યા છે.
ઘણા વિદ્યાર્થીઓ આઈઆરસીસીને સ્પષ્ટ સંદેશાવ્યવહાર પ્રદાન કરવા અને તેમની ચિંતાઓને દૂર કરવા વિનંતી કરી રહ્યા છે. આ દરમિયાન, નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને સંભવિત સમસ્યાઓ ટાળવા માટે દસ્તાવેજ સબમિશન પર તાત્કાલિક કાર્યવાહી કરવાની સલાહ આપી છે. “જો વિદ્યાર્થીઓ સમયસર આ વિનંતીઓનું પાલન નહીં કરે, તો તે વિઝા કેન્સલેશન અથવા ભવિષ્યની ગૂંચવણો તરફ દોરી શકે છે. અમે વિદ્યાર્થીઓને ભલામણ કરીએ છીએ કે તેઓ ઈમેલમાં આપેલી સૂચનાઓને કાળજીપૂર્વક અનુસરે,” તેમણે કહ્યું.
એસડીએસ હેઠળ અરજી પ્રક્રિયામાં થશે વિલંબ
ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (ઈંછઈઈ) એ ભારત સહિત 14 દેશોના વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (જઉજ) હેઠળ અભ્યાસ પરમિટ સ્વીકારવાનું સત્તાવાર રીતે બંધ કરી દીધું છે. હવે, વિદ્યાર્થીઓએ પ્રમાણભૂત અરજી પ્રક્રિયા દ્વારા અરજી કરવી પડશે, જે શેડ્યૂલ મુજબ, 8 અઠવાડિયા લે છે પરંતુ વ્યવહારીક રીતે ઘણો વધુ સમય માંગી લે છે. એસડીએસ હેઠળ, પ્રક્રિયાનો સમય સામાન્ય રીતે 3 અઠવાડિયા સુધીનો હતો.