Vadodara : રણોલી વિસ્તારમાંથી પોલીસે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરી 10 લોકોને ઝડપી પાડ્યા હતા. તેમજ મુદ્દામાલમાં 166 નંગ ગેસના બોટલોનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી ગેસ સિલિન્ડરોના મોટા જથ્થા સાથે સુપરવાઇઝર સહિત 10 લોકોને ઝડપી પાડ્યા હતા. જ્યારે, સૂત્રધારને વોન્ટેડ જાહેર કર્યો છે.
સીલ પેક કરીને ગેસના બોટલોને ગ્રાકહોને સપ્લાય
તાજેતરમાં વડોદરા SOG ની ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલને બાતમી મળી કે, રણોજી GIDCની રાઘવ ઇન્ડસ્ટ્રીયલમાં આવેલા ભારત ગેસ એજન્સીના ગોડાઉનની દિવાલોની આડમાં સુપરવાઇઝર તથા અન્ય મળીને ટેમ્પાઓમાંથી ભરેલા ઘરેલુ ગેસના બોટલોના સીલ ખોલીને કોમર્શિયલ ખાલી બોટલોમાં થોડો થોડો કરીને ભરી રહ્યા છે. ત્યારબાદમાં સીલ પેક કરીને ગેસના બોટલોને ગ્રાકહોને સપ્લાય કરવામાં આવે છે. તેમજ SOGઓ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. જેમાં 10 ઇસમોને રૂ. 7.26 લાખના મુદ્દમાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા, આ દરમિયાન એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
કાર્યવાહીમાં જપ્ત કરવામાં આવેલો મુદ્દામાલ
ઉપરોક્ત કાર્યવાહી દરમિયાન શ્રીનાથજી ભારત ગેસ એજન્સીના રજીસ્ટર્ડ ગ્રાહકોને ડીલીવરી માટે મોકલનાર ગેસના બોટલ – 166, કોમર્શિયલ ગેસની બોટલ – 08, રીફીલીંગ કરવાના સાધનો, વજન કાંટા – 05, મોબાઇલ – 09, રોકડા – રૂ. 33 હજાર, ટેમ્પો – 05, ડિલીવરી ચલણ – 184 મળીને કુલ રૂ. 7.26 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.