- એરો સ્પોર્ટ્સ કાર્નિવલ માત્ર અસાધારણ મનોરંજન નહીં પરંતુ શહેરને નવીન ઉર્જા સાથે વિશ્ર્વ કક્ષાએે નામ નોંધાવશે
સૌપ્રથમવાર અમદાવાદના અદાણી શાંતિગ્રામ ખાતે વાયા એર દ્વારા આયોજિત ત્રિ-દિવસીય એરો સ્પોર્ટ્સ કાર્નિવલ નો આજથી શુભારંભ થઈ ચૂક્યો છે ત્યારે ટેથર્ડ હોટ, એર બલૂન રાઈડ્સ અને એર મોડેલિંગ ડિસ્પ્લે સહિતની રોમાંચક એક્ટિવિટીનો આનંદ માણવા મળશે. એટલું જ નહિ અહીં વિદ્યાર્થીઓને એરોનોટિકલ અને ડ્રોન સંબંધિત પ્રેક્ટિકલ માહિતી આપવામાં આવશે
પ્રથમ વાર એરો સ્પોર્ટસ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં આજથી 15 ડિસેમ્બર દરમિયાન પ્રથમ વાર એક એવો એરો સ્પોર્ટસ કાર્નિવલ થવા જઈ રહ્યો છે ,ત્યારે અમદાવાદીઓને થશે અનોખો અનુભવ થશે. ત્રણ દિવસીય ઈવેન્ટમાં ટેથર્ડ હોટ એર બલૂન રાઇડ્સ અને એર મોડેલિંગ ડિસ્પ્લે સહિતની રોમાંચક એક્ટિવિટી કરવામાં આવશે. તમામ ઉંમરનાં લોકો આ ઈવેન્ટમાં ભાગ લઈ શકે તે માટે અહી એરો સ્પોર્ટ્સ એક્ટિવિટી સાથે કાર્નિવલમાં નાઇટ ગ્લો શો, કિડ્સ ઝોન, ફ્લી માર્કેટ અને ફૂડ સ્ટોલ પણ હશે. સંગીત પ્રેમીઓ દરરોજ લાઇવ કોન્સર્ટ અને ડીજે પરફોર્મન્સ પણ રાખવામાં આવ્યા છે.
અમદાવાદમાં એરો સ્પોર્ટસ કાર્નિવલ, વાઈબ્રન્ટ રંગો સાથે 100 ફૂટની ઉંચાઈએ ચડશે હોટ એર બલૂન્સ જોવા મળશે
જેમાં રાત્રિના આકાશને પ્રકાશિત કરતા ફુગ્ગાઓ ફોટોગ્રાફી માટે યોગ્ય જાદુઈ વાતાવરણ બનશે. જેમાં વાઇબ્રન્ટ રંગો, પ્રિન્ટ અને સ્લોગન જોવા મળશે. તમામ પ્રવૃતિઓ ડી જી સી એ માન્ય પાયલોટ અને નિષ્ણાતોની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવશે.
એરો સ્પોર્ટ્સ એક્ટિવિટી સાથે કાર્નિવલમાં નાઇટ ગ્લો શો, કિડ્સ ઝોન, ફ્લી માર્કેટ અને ફૂડ સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે. આ સાથે સંગીત પ્રેમીઓ માટે લાઇવ કોન્સર્ટ અને ડીજે પરફોર્મન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ઈવેન્ટ માત્ર અસાધારણ મનોરંજનનો અનુભવ જ નહીં આપે, પરંતુ આપણા શહેરને નવીન અને વિશ્વ કક્ષાની ઈવેન્ટ્સ માટે નકશા પર પણ મૂકશે. જેમાં રાત્રિના આકાશને પ્રકાશિત કરતા બલૂન્સ ફાટાગ્રાફી માટે યોગ્ય જાદુઈ વાતાવરણ બનશ. આ બલૂન્સ આશરે 100 ફૂટની ઉંચાઈ સુધી ઉડશે.
આ કાર્નિવલમાં પ્રવેશ મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવવું અને અન્ય એડવેન્ચર એક્ટિવિટીનો આનંદ માણવા માટે 400 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીનો ટિકિટ દર રાખવામાં આવ્યો છે.