- પ્રોજેકટની માહિતીને લઈને રેલવે સ્ટેશનના બ્લુ પ્રિન્ટ અને પ્રોજેક્ટની માહિતી વેસ્ટન રેલવેના અધિકારી દ્વારા અપાઈ
- રેલ્વે સ્ટેશનની સાથે સાથે બસ સ્ટેશન અને મેટ્રો સ્ટેશનને પણ જોડાશે
સુરત: દેશમાં પ્રથમ વખત રેલવે ઓથોરિટી,સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના GSRTC સાથે મળી મલ્ટી મોડલ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં રેલ્વે સ્ટેશનની સાથે સાથે બસ સ્ટેશન અને મેટ્રો સ્ટેશનને પણ જોડવામાં આવી રહ્યા છે. તેમજ રેલ્વે સ્ટેશનની સાથે વર્લ્ડ ક્લાસ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબમાં 25 માળના કોમર્શિયલ બિલ્ડીંગનું પણ નિર્માણ કરવામાં આવશે. આગામી બે વર્ષમાં જ સુરતને આ તમામ સુવિધાઓ મળી જશે. આ પ્રોજેકટની માહિતીને લઈને સમગ્ર રેલવે સ્ટેશનના બ્લુ પ્રિન્ટ અને પ્રોજેક્ટની વિગતવાર માહિતી વેસ્ટન રેલવેના અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર, સુરત રેલ્વે સ્ટેશન દેશનું સૌથી અદ્યતન રેલવે સ્ટેશન બનશે .1446 કરોડના ખર્ચે અદ્યતન મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવી રહ્યું છે. જેમાં સમગ્ર ભારત માં પ્રથમ વખત રેલવે સ્ટેશનની સાથે બસ સ્ટેશન અને મેટ્રો સ્ટેશનને પણ જોડવામાં આવ્યા છે.
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપના નું પહેલું અધ્યતન રેલવે સ્ટેશન સુરત ખાતે બની રહ્યું છે. દેશમાં પ્રથમ વખત રેલવે ઓથોરિટી ,સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના જીએસઆરટીસી સાથે મળી મલ્ટી મોડલ પ્રોજેક્ટ નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે .જેમાં રેલ્વે સ્ટેશનની સાથે સાથે બસ સ્ટેશન અને મેટ્રો સ્ટેશનને પણ જોડવામાં આવી રહ્યા છે. જેથી સુરત રેલવે સ્ટેશન દેશનું પહેલું રેલ્વે સ્ટેશન બનશે જેમાં એક સાથે મેટ્રો અને બસ સ્ટેશનની કનેક્ટિવિટી શરૂ કરવામાં આવશે.
સુરત રેલ્વે સ્ટેશનની સાથે વર્લ્ડ ક્લાસ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબમાં 25 માળના કોમર્શિયલ બિલ્ડીંગ નું પણ નિર્માણ કરવામાં આવશે .. 2026 ના ડિસેમ્બરના અંત સુધીમાં આ પ્રોજેકટ પૂરો થઈ જશે. ચાર વર્ષના આ પ્રોજેક્ટમાં બે વર્ષ પૂર્ણ થઈ ગયા છે જેથી આગામી બે વર્ષમાં જ સુરતને આ તમામ સુવિધાઓ મળી જશે. આ પ્રોજેકટ ની માહિતી ને લઈને સમગ્ર રેલવે સ્ટેશનના બ્લુ પ્રિન્ટ અને પ્રોજેક્ટ ની વિગતવાર માહિતી વેસ્ટન રેલવેના અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય