- અમરેલીમાં વહેલી સવારે 5:51 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો
- રિક્ટલ સ્કેલ પર 2.5ની તીવ્રતા નોંધાઈ
- કેન્દ્રબિંદુ અમરેલીથી 42 કિમી દૂર નોંધાયું
Amreli: આજે વહેલી સવારે અમરેલી પંથકના કેટલાક ગામમાં શિયાળાની કડકડતી ઠંડીમાં સુતેલા લોકોએ ભૂંકપનો હળવો આંચકો અનુભવ્યો હતો. તેમજ આ અંગે ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે માહિતી આપતા 2.5 ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હોવાનું નોંધાઈ હતી.
અમરેલીમાં ભૂંકપનો આંચકો :
આજે વહેલી સવારે અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમાં લોકોએ હળવો ભૂંકપનો આંચકો અનુભવ્યો હતો. તેમજ આ ભૂકંપની અસર સાવરકુંડલા અને ધારી સુધી જોવા મળી હતી. તેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
વહેલી સવારે ધરા ધ્રુજી :
અમરેલીમાં સવારે 5.51 વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તેમજ રિએક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 2.5 નોંધાઈ છે. આ દરમિયાન અમરેલી ડિઝાસ્ટર વિભાગ ભૂકંપથી અજાણ છે, જ્યારે ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે ભૂકંપના આંચકા આવ્યાનું નોંધાવ્યું હતું. આ સાથે જ જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર બિંદુ અમરેલીથી 42 કિલોમીટર દૂર દક્ષિણમાં છે.
કેન્દ્ર બિંદુ અમરેલીથી 42 કિમી દૂર :
અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો આવ્યો હતો. તેમજ વહેલી સવારે કડકડતી ઠંડીમાં ઊંઘી રહેલા લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો, આથી તેઓ તાત્કાલિક ઘરની બહાર દોડી આવ્યા હતા. તેમજ ભૂકંપનું કેન્દ્ર બિંદુ અમરેલીથી 42 કિલોમીટર દૂર સાઉથમાં નોંધાયું હોવાની સિસ્મોલોજી વિભાગે નોંધ્યું હતું.