- રાજ્યની 70થી વધુ નગરપાલિકાઓ વીજ બીલ ભરવા માટે પણ અસમર્થ: 24 ટકા દીકરીઓ ધો.8 પછી અભ્યાસ છોડી દેવા મજબુર
વાયબ્રન્ટ-અગ્રેસર ગુજરાતના વચનો આપનાર ભાજપા શાસનમાં જમીન માફીયા, વ્યાજખોરો, ખનીજ માફીયા, ભ્રષ્ટાચારીઓ, નકલખોર અને નકલીઓ અગ્રેસર અને ખેડૂત, યુવાન, મહિલા, નાના વેપારી સહિત શિક્ષણ, આરોગ્ય, રોજગાર, સુરક્ષા, ખેતી ક્ષેત્રે પાછળ ધકેલાયા હોવાની વિગતો રજુ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપા સરકારના ગેરવહીવટ, આયોજનનો અભાવના પરિણામે 3.84 લાખ કરોડનું દેવા સાથે દેશમાં અગ્રીમ દેવાદાર રાજ્ય બની ગયું છે. 70 થી વધુ નગરપાલિકા વિજબીલ ભરી શકતી નથી. સરકારી વિજ એકમોના ઉત્પાદનમાં સતત ઘટાડો અને ખાનગી વિજ કંપનીઓની લૂંટના કારણે ગુજરાતના નાગરિકો મોંઘી વિજબિલ ભરવા મજબૂર બન્યા છે. નબળા બાંધકામ, બેફામ ભ્રષ્ટાચાર, મળતિયાઓને આવાસની ફાળવણી કારણે સાચા લાભાર્થી પરેશાન અનેક આવાસોની યોજના 10 વર્ષમાં ખંડેર બની ગઈ છે. છેલ્લા 10વર્ષમાં આડેધડ વૃક્ષોનું નિકંદન, નિકળી રહ્યું છે.
રાજ્યમાં ખેડૂતોને માત્ર 6 કલાક જ વીજળી અને તે પણ રાત્રીના સમયે મળે છે તેવું ખેડૂતો વારંવાર જાહેરમાં કહી ચૂક્યા છે. ગુજરાતના ખેડૂતો પર 96000 કરોડનું દેવું છે. કમોસમી વરસાદ, અતિવૃષ્ટિથી ગુજરાતની ખેડુત ખેતી બરબાદ થયા, ખેતીની જમીનમાં ઘટાડો, ખેત મજદૂરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. નુકસાન સામે નજીવું વળતર, અનેક જિલ્લાઓ-તાલુકામાં મોટી સંખ્યામાં ખેડૂતો નુકસાનીના વળતરથી વંચિત છે.
ગ્રામ્ય વિસ્તારની શાળાઓને બંધ કરવાના નિર્ણયથી ક્ધયા શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે, ગુજરાતમાં 24 ટકા દિકરીઓને ધો-8 પછી માધ્યમિક અભ્યાસ છોડી દેવાની ફરજ પડી રહી છે. કુપોષણની મોટી સમસ્યા સામે જજુમતા ગુજરાતમાં 55 ટકા મહિલાઓ અને 45 ટકા બાળકો કુપોષણમાં સપડાયેલા છે. આંગણવાડી, આશાવર્કર, મધ્યાહન ભોજન સહિતની યોજનામાં ફરજ બજાવતી બહેનોનું મોટાપાયે આર્થિક શોષણ, નજીવુ વેતન ચુકવાઈ રહ્યું. નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ છતાં ભાજપ સરકાર અમલ કરતી નથી. ભુખમરા ગૂચકાંકમાં દેશમાં ગુજરાત 25માં ક્રમાંકે જે અત્યંત ચિંતાજનક છે. વાઈબ્રન્ટ ગુજરાતના નામે કરોડો રૂપિયાના સરકારી લાભો મેળવનાર કંપનીઓના કાગળ પર એમઓયુ, માત્ર ટકા 8 થી 10 ટકા જેટલું વાસ્તવિક પરિણામ દેખાઈ રહ્યું છે. જેમાંથી અમુક મોટી કંપનીઓ કરોડો રૂપિયાના લાભો લઈને દારૂની રેલમછેલ, 18000 ગામો, 157 નગરપાલિકા અને 8 મહાનગરો વિસ્તારમાં બેરોકટોક દારૂનો વેપલો ચાલી રહ્યાં છે. દૂધના ટેન્કરોને બદલે, દારૂના ટેન્કરો ઠલવાઈ રહ્યા છે. કરોડો રૂપિયાની ડ્રગ્સ માટે ગુજરાતનો દરિયા કિનારો ગેટ-વે બની ગયો છે જે ગુજરાત અને દેશ માટે ચિંતાનો વિષય છે. ફાર્મા કંપની-ચાંગોદર, સાણંદ, વડોદરા, અંકલેશ્વર થી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું, ન પકડાયેલ અબજો રૂપિયાનું ડ્રગ્સ માટે જવાબદાર કોણ ?
ત્રણ-ત્રણ વર્ષથી કલાકારોને અપાતી સહાય ચૂકવાઈ નથી. ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન/સહાયના નામે ભ્રષ્ટાચાર, ગેરરીતિની અનેક ફરિયાદો મળી રહી છે. રાજ્યમાં 15 વર્ષ કરતા વધુ સમયથી શારીરિક શિક્ષણના, શિક્ષકો-લેક્ચરરોની નિમણુંક નહી, શું આ રીતે રમશે ગુજરાત ? રાજ્યમાં 15 વર્ષ કરતા વધુ સમયથી લાયબ્રેરીયનની ભરતી કરવામાં આવી નથી, શું આ રીતે વાંચશે ગુજરાત? રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં 40,000 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી, 45 ટકાથી વધુ અધ્યાપકોની જગ્યા ખાલી, શું આ રીતે ભણશે ગુજરાત ? રાજ્યમાં સિવિલ હોસ્પીટલ – જિલ્લા હોસ્પીટલો – પ્રાથમીક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 55 ટકા કરતા વધુ ડોક્ટરોની જગ્યા ખાલી, શુ આ રીતે સ્વથ્ય રહેશે ગુજરાત ? રાજ્યમાં સિવિલ હોસ્પીટલ – જિલ્લા હોસ્પીટોલ અને પ્રાથમીક અને સામૂહિક કેન્દ્રોમાં ફાર્માલીસ્ટ અને પેરામેડીકલ સ્ટાફની 65 ટકા જગ્યાઓ ખાલી, આઉટસોર્સીગ અને કોન્ટ્રાક્ટ ના હવાલે આરોગ્ય સેવા, શું આ રીતે સ્વસ્થ રહેશે ગુજરાત ? દરરોજ 6 મહિલા-દિકરીઓ પર થતા બળાત્કારની ઘટના, ખૂન-હત્યા-ખંડણી સહિતના ગંભીર ગુન્હાઓમાં થઈ રહેલા સતત વધારો, શું આ રીતે સલામત રહેશે ગુજરાત?