- ઉમરા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અંતર્ગત નોંધાયેલા ગુનામાં ચોંકાવનારી હકીકતો આવી સામે
- કોન્સ્ટેબલની પત્નીના પૂર્વ પ્રેમી જોડે બદલો લેવા કાવતરું રચ્યું હોવાનો થયો ખુલાસો
- કોન્સ્ટેબલે જ કોઈ અન્ય વ્યક્તિ દ્વારા પૂર્વ પ્રેમીની એક્ટીવામાં મુકાવ્યા જીવતા કારતુસ
ઉમરા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અંતર્ગત નોંધાયેલા ગુનામાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ પતિએ પોતાની પત્ની અને બેંકમાં કામ કરતા સિનિયર મેનેજર વચ્ચેના પ્રેમ સંબંધનો બદલો લેવા માટે સંપૂર્ણ કાવતરું રચ્યું હતું. થોડા દિવસ પહેલા ઉમરા પોલીસને જાણ મળી કે ઘોડદોડ રોડ પર બેઝ પાર્કિંગમાં એક એક્ટીવા મોપેડની ડિકીમાં શંકાસ્પદ ચીજવસ્તુ છે. ડિકી ખોલીને તપાસ કરતાં SLR રાયફલના બે કારતૂસ મળી આવ્યા. જેની તપાસમાં ખુલાસો થયો કે, ફરિયાદી અને બેંકમાં તેની સાથી કામ કરતી મહિલા વચ્ચે પ્રેમ સંબંધ હતો. આ મહિલાના પતિ અશ્વિન ચાંદે જે નાગપુરમાં પોલીસ કોન્સ્ટેબલ છે અને તેઓ આ સંબંધને લઈ નારાજ હતા. જેથી બદનામ કરવા અને ફસાવવા માટે તેમણે કાવતરું રચ્યું હતું. જે કાવતરાનો પર્દાફાશ થતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
અનુસાર માહિતી મુજબ, પત્નીના પૂર્વ પ્રેમી જોડે બદલો લેવા માટે એક પોલીસકર્મીએ કાવતરું રચી બે જીવતા કારતૂસ પ્રૂવ પ્રેમીના ગાડીમાં કોઈ અજાણ્યા વ્યક્તિ પાસે મુકાવી દીઘા હતા. ત્યારબાદમાં જે વ્યક્તિ જોડે કાતરૂસ મુકાવ્યા તેની પાસે જ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરાવી ખોટો કેસ દાખલ કરાવી ષડયંત્ર રચ્યું હતું. તેમજ જ્યારે પોલીસે તપાસ આરંભી તો પોલીસકર્મીના કાવતરાનો પર્દાફાશ થયો હતો.
ઉમરા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અંતર્ગત નોંધાયેલા ગુનામાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ પતિએ પોતાની પત્ની અને બેંકમાં કામ કરતા સિનિયર મેનેજર વચ્ચેના પ્રેમ સંબંધનો બદલો લેવા માટે સંપૂર્ણ કાવતરું રચ્યું હતું. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી હતી. ત્યારે ગત 9 ડિસેમ્બર, 2024ના રોજ ઉમરા પોલીસને જાણ મળી કે ઘોડદોડ રોડ પર બેઝ પાર્કિંગમાં એક એક્ટીવા મોપેડની ડિકીમાં શંકાસ્પદ ચીજવસ્તુ છે. ડિકી ખોલીને તપાસ કરતાં SLR રાયફલના બે કારતૂસ મળી આવ્યા હતા. તેમજ મોપેડના માલિકને પૂછપરછમાં આ કારતૂસ વિશે કોઈ માહિતી ન હોવાનું જાહેર થયું અને ઉમરા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, ફરિયાદી અને બેંકમાં તેની સાથી કામ કરતી મહિલા વચ્ચે પ્રેમ સંબંધ હતો. આ મહિલાના પતિ અશ્વિન ચાંદે જે નાગપુરમાં પોલીસ કોન્સ્ટેબલ છે અને તેઓ આ સંબંધને લઈ નારાજ હતા. જેથી બદનામ કરવા અને ફસાવવા માટે તેમણે કાવતરું રચ્યું હતું.
અશ્વિન ચાંદેએ તેની પાસે રહેલા SLR રાયફલના કારતૂસ તેના સહઆરોપી સોહેલ ખાનને આપ્યા અને ફરિયાદીની ડિકીમાં મુકી દેવા જણાવ્યું હતું. જે બાદ પોલીસકર્મીએ સોહેલખાનને જ 100 નંબર પર ફોન કરી પોલીસને આ અંગે જાણ કરાવી હતી. જેથી પૂર્વ પ્રેમીની ગાડીમાંથી કારતૂસ મળે અને પોલીસ કેસમાં બદનામી પણ થાય અને ફસાય પણ જાય છે.
ત્યારબાદ ઉમરા પોલીસના PI કે.વી. પટેલ અને ટીમે ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપી અશ્વિન ચાંદેને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. તેમજ કડક પૂછપરછમાં તેણે આ કાવતરની કબૂલાત કરી હતી. જ્યારે સહઆરોપી સોહેલખાન હાલ નાગપુર તરફ ફરાર છે. પોલીસની ટીમ તેની ધરપકડ માટે નાગપુર રવાના થઈ છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય