HSCE વિજ્ઞાન પ્રવાહના ગ્રૂપ-A, ગ્રૂપ-B અને ગ્રૂપ-AB ના ઉમેદવારો માટે લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)-2025 પરીક્ષાના ફોર્મ 17થી 31 ડીસેમ્બર સુધી www.gseb.org પર ભરી શકાશે.
ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના તા.૧૯/૧૧/૨૦૧૬ ના ઠરાવ ક્રમાંક – પરચ- ૧૦૨૦૧૨-૧૪૨-સ મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જિનિયરીંગ, ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા HSCE વિજ્ઞાન પ્રવાહના ગ્રૂપ-A, ગ્રૂપ-8 અને ગ્રૂપ-AB ના ઉમેદવારો માટે લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)-૨૦૨૫ પરીક્ષાની માહિતી પુસ્તિકા અને ઉમેદવારોના ONLINE આવેદનપત્ર ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવશે.
ગુજકેટ-૨૦૨૫ પરીક્ષાનું ONLINE આવેદનપત્ર બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા gujcet.gseb.org પરથી તા.૧૭/૧૨/૨૦૨૪ થી તા.૩૧/૧૨/૨૦૨૪ દરમિયાન ONLINE ભરી શકાશે.
ગુજકેટની પરીક્ષાનું રૂ.350 SBIepay system મારફતે online (credit card,debit card,net banking) દ્વારા અથવા SBIepayના “SBI BRANCH PAYMENT” ઓપ્શન દ્વારા દેશની કોઈ પણ SBI BRANCH માં ભરી શકાશે. ફી ભર્યા બાદ સંપૂર્ણ આવેદનપત્ર ફરજીયાત ભરવાનું રહેશે.જેની શાળાના આચાર્યોએ/વાલીઓએ તથા વિદ્યાર્થીઓએ નોંધ લેવી.