- આરોપીએ કોઈ કારણ વગર જ આવો કોલ કર્યો હોવાનું કબુલ્યું
- આરોપી માનસિક અસ્વસ્થ લાગતા મેડિકલ ચેકઅપ કરાશે
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટને બોમથી ઉડાવી દેવાની ધમકીનો કોલ ગ્રામ્ય પોલીસના કંટ્રોલરૂમમાં કરનારને આરોપીને ઉમરા પોલીસે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ આરોપી બારડોલીનો રહેવાસી છે અને આરોપીએ કોઈ કારણ વગર જ આવો કોલ કર્યો હોવાનું પોલીસ સામે કબુલ્યું છે. આરોપીએ કોલ કર્યા બાદ પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. તેમજ સમગ્ર વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેના આરોપી સાબીર મન્સુરીને બારડોલીથી ઝડપી પાડવામાં આવ્યો છે. તેમજ આરોપીની માનસિક પરિસ્થિતિ યોગ્ય ન હોવાનું લગતા આરોપીનું મેડિકલ ચેકઅપ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકીનો કોલ ગ્રામ્ય પોલીસના કંટ્રોલરૂમમાં કરનારને ઉમરા પોલીસ દ્વારા ગણતરીના કલાકમાં ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી બારડોલીનો રહેવાસી છે અને તેને કોઈ કારણ વગર જ આવો કોલ કર્યો હોવાનું પોલીસને જણાવ્યું છે કે આરોપીની માનસિક પરિસ્થિતિ સ્ટેબલ નથી. તેથી આરોપીનું મેડિકલ ચેકઅપ પણ પોલીસ દ્વારા કરાવવામાં આવશે.
11 ડિસેમ્બર 2024ના રોજ સુરત ગ્રામ્ય પોલીસ કંટ્રોલરૂમમાં એક ફોન આવ્યો હતો અને આ ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે સુરત એરપોર્ટ પર બોમ્બ મુકેલ છે અને સુરત એરપોર્ટને ઉડાળવાનું એટલે ઉડાળવાનું. ગ્રામ્ય પોલીસને આ કોલ મળતાની સાથે જ પોલીસ એકશનમાં આવી ગઈ હતી અને ત્યારબાદ ગ્રામ્ય પોલીસ દ્વારા સુરત શહેર પોલીસ કંટ્રોલરૂમમાં આ બાબતનો મેસેજ આપવામાં આવ્યો હતો.
એરપોર્ટ પર બોમ્બ મુકવામાં આવ્યો હોવાની માહિતી મળતાની સાથે જ સુરતની એસઓજી પોલીસની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત એરપોર્ટ અંદર આવતી તમામ કારની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. તો બીજી તરફ બોમ્બ સ્કોડ અને ડોગ્સ સ્કોડની મદદ પણ તપાસમાં લેવામાં આવી હતી અને તપાસ દરમિયાન એરપોર્ટ પણ કોઈ પણ પ્રકારનો બોમ્બ મળી આવ્યો ન હતો.
ત્યારબાદ આ પ્રકારનો ખોટો કોલ કરનાર બાબતે ગ્રામ્ય પોલીસ દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ઉમરા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી ટેકનીકલ એનાલિસિસ તેમજ હ્યુમન સોર્સના આધારે એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી આપનાર
આરોપી સાબીર મન્સુરીને મદીના કોમ્પલેક્ષ આશિયા નગર બારડોલીથી ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે તે પોતાની પત્ની સાથે બારડોલીમાં રહે છે અને ગાદલામાં સિલાઈ કરવાનું કામ કરે છે. તો બીજી તરફ આ પ્રકારનો કોલ કરવાનું કારણ પૂછતા આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે તેને કોઈ કારણ વગર જ પોલીસને ફોન કરીને આ પ્રકારની માહિતી આપી હતી. તો બીજી તરફ આરોપીની બોડી લેંગ્વેજ પરથી પોલીસને આશંકા છે કે આ આરોપી માનસિક બીમાર હોઈ શકે છે. તો બીજી તરફ આરોપીનો ગુનાહિત ઈતિહાસ તપાસતા અત્યાર સુધીમાં આરોપી સાબીર મન્સૂરી સામે કોઈ પણ પ્રકારનો ગુનો ન નોંધાયો હોવાનું પણ સામે આવ્યું છે.