પ્રેરણાના હિમાલય શિખર સમા જય ચૌહાણ સારા લેકચરર પણ છે
અંગ્રેજી પુસ્તક ‘લવ ઈન ધ એમ્પાયર’ના લેખક જય ચૌહાણ હાલ રાજકોટ આવ્યા છે.
જય ચૌહાણનો પરિચય આ મુજબ છે. તેઓ લોયર, રાઈટર, મેન્ટર, રીટાયર જજ છે. હવે તેઓ સ્પીકર લેકચરરની ભૂમિકા પણ નિભાવી રહ્યા છે.
તેઓ ટાન્ઝાનિયાની રાજધાની દારેસલામમાં જન્મ્યા જયાં તેમણે હાઈસ્કૂલનું શિક્ષણ પૂર્ણ કર્યું ત્યારબાદ તેઓ ઈગ્લેન્ડ અને જર્મનીમાં ઈકોનોમિકસ ભણ્યા ૧૯૯૨માં તેઓ ડેપ્યુટી જજ તરીકે, નિમાયા ૨૪ વર્ષ સેવા આપ્યા બાદ ૨૦૧૬માં તેઓ નિવૃત થયા. ત્યારબાદ તેમણે એક પુસ્તક લખ્યું છે જેનું ટાઈટલ છે. ‘લવ ઈન ધ એમ્પાયર’ જેને ખૂબજ સારો રીસ્પોન્સ વાંચકો તરફથી મળ્યો છે.
તેઓ રીટાયર્ડ થયા બાદ પણ સક્રિય છે. તેઓ કેનેડા ઉપરાંત દેશ-વિદેશમાં લેકચર આપી રહ્યા છે તેમણે હંમેશા શિક્ષણને મહત્વ આપ્યું.
તેઓ નવા ઉભરતા આશાસ્પદ લોયર્સને માર્ગદર્શન આપે છે. તેમને પ્રેરણા આપે છે. તેમને તેમની કારકિર્દી ઘડવામાં મદદ કરે છે. તેમણે ઘણા મેગેઝીનમાં કાયદા (લો) વિશે આર્ટિકલ પણ લખ્યા છે. તેઓ ફ્રેંડસ આઉટ રીચ નામની ચેરિટી સાથે પણ કામ કરે છે.
કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટુડોએ પણ તેમની નોવેલ ‘લવ ઈન ધ એમ્પાયર’ની પ્રસંશા કરતો પત્ર જય ચૌહાણને લખ્યો હતો. જય ચૌહાણને ઘણા એવોર્ડ પણ મળી ચૂકયા છે. તેમની કારકિર્દીની સફર દરેક વ્યકિત માટે પ્રેરણારૂપ છે.