- ક્લિનીકલ એસ્ટાબ્લિશમેન્ટ એકટ હેઠળ
આયુર્વેદ, હોમીયોપેથી, એલોપેથી સહિતની તમામ તબીબ શાખાને એક જ પ્લેટ ફોર્મ હેઠળ લાવવા ‘કવાયત’: છેવાડાના માનવીને સરળતાથી આરોગ્ય સેવા મળી રહે તે માટે તંત્ર સુ-સજજ
ગુજરાત સરકાર ધ્વારા કલીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એકટ 2021 હેઠળ રાજ્યના તમામ કલીનીક, પોલીક્લીનીક તથા હોસ્પિટલોના રજીસ્ટ્રેશન ફરજીયાત કરવા સૂચના આપેલ છે. જે રજીસ્ટ્રેશન મેળવવાની આખરી તારીખ 12-3-2025 છે. રાજ્ય સરકારના આ કાયદાથી રાજ્યમાં આરોગ્યની ગુણવતા સુધરશે, રાજ્યની દરેક પૈથીઓના કલીનીક, હોસ્પિટલ, પોલીકલીનીકના રજીસ્ટ્રેશન એક પ્લેટ ફોર્મ ઉપર થશે, રાજયના નાગરીકોને રાજયમાં નાગરીકોને રાજયમાં આવેલ માન્ય હેલ્થ ફેસીલીટી દ્વારા સારવાર મળશે. બોગસ દવાખાના ચલાવતા અમાન્ય ડીગ્રી ધારક તબીબોને આ કાયદા હેઠળ રજીસ્ટ્રેશનન મળતા આપો આપ તબીબી સેવામાંથી આ દુષણ દુર થઇ જશે.
બોર્ડમાં માન્ય લાયકાતને આધારે નોંપાયેલ રજિસ્ટર્ડ પ્રેક્ટિશનરોને મોબાઈલ એપ્લીકેશન મારફતે નાગરિકોનું પ્રકૃતિ પરીક્ષણ કરવાનું શહેર.
આ અભિગમ: વિષ ક મજ્ઞૂ ામલે ને ભારત સરકારના એનસીઆઇએસએમ નવી દિલ્હીના તા. 28.11.2024 ના પત્ર મુજબ 500 પ્રકૃતિ પરીક્ષણ કરનાર રજિસ્ટર્ડ પ્રેક્ટિશનરોને 10 સીએમઇ કેડીટ પોઈન્ટ અને રૂ. 50 પ્રકૃતિ પરીક્ષણ કરનાર રજિસ્ટડ પ્રેક્ટિશનરોને ક્લા કેરીટ પોઈન્ટ બોર્ડ ઑફ એથિક્સ એન્ડ રજિસ્ટ્રેશન ગટાડત ધ્વારા આપવાનું નક્કી કર્યું છે.
ગુજરાત રાજ્યમાં ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સીસ્ટમ્સ ઓફ મેડીસીન ધ્વારા પી ગુજરાત મેડીકલ પેક્ટીશનર્સ એક્ટ 1963 હેઠળ આયુર્વેદ તથા યુનાની સ્નાતકોને રજીસ્ટ્રેશન આપવામાં આવે છે.
12 માર્ચ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત
આરોગ્યમંત્રી ત્રઋપિકેશ પટેલની અધ્યક્ષતામાં તારીખ 30 નવેમ્બરના રોજ ગાંધીનગર ખાતે કિલનીકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કિલનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળની પ્રવર્તમાન જોગવાઇઓ, આ અિધિનિયયમ હેઠળ જરૂરી સુધારા અને પ્રવર્તમાન સમયમાં થઇ રહેલા હોસ્પિટ્લસના રજીસ્ટ્રેશન સંદર્ભેની વિગતવાર સમીક્ષા કરાઇ હતી. આરોગ્યમંત્રી ત્રઋપિકેશ પટેલે કહ્યું છે કે,તારીખ 12 મી માર્ચ 2025 સુધીમાં રાજ્યની તમામ હોસ્પિટલ્સે આ અધિનિયિમ હેઠળ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સમયઅવધિમાં રજીસ્ટ્રેશન ન હોય તેવી આરોગ્યસંસ્થાઓ સામે નાણાકીય કાર્યવાહી ઉપરાંત કાયદાકીય સખ્ત પગલા ભરવામાં આવશે.
ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એકટ થકી આરોગ્ય ક્ષેત્ર ઊડાન: પ્રમુખ ડો. સંજય જીવરાજાની
પત્રકાર પરિષદ સંબોધતા ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડીસનના પ્રમુખ ડો. સંજય જીવરાજજાનીએ જણાવ્યું હતું કે, ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ અમલમાં આવ્યો છે. જેનું ડ્રાફટ બનાવવા પાછળનો ઉદેશ્ય આરોગ્યની ગુણવતા અને મેડીકલ ફેટરનીતીને એક જ પ્લેટફોર્મના મળી રહે તે માટે કલિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એકટ અન્વયે આરોગ્ય ક્ષેત્રે સેવા આપતી સંસ્થાઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું જરુરી બનશે.
આ ઉપરાંત પ્રમાણપત્ર વિના કાર્યરત સંસ્થાઓને રૂ. 10 હજારથી વધુ દંડની જોગવાઇ પણ કરવામાં આવી છે. 12મી માર્ચ સુધી રજીસ્ટ્રેશન કરાવી લેવું જરુરી છે. આ એકટ થકી આરોગ્ય ક્ષેત્રે સંચાલન અને નોંધણીમાં સુધારો આવશે. આ ઉપરાંત બોગસ ડોકટર વિશે તાત્કાલીક જાણકારી મેળવી શકાશે.
- આ ઉપરાંત નાનામા નાના ગામડે તેમજ છેવાડાના માનવી સુધી સુવિધાનો લાભ મળશે.
- રજીસ્ટ્રેશન માટે જરૂરી આધારો?
કલીનીક, પોલીકલીનીક, હોસ્પિટલ્સ તેના બધાના અલગ અલગ આધારો છે. જનરલી આયુર્વેદ ફેટરનીટીની જો વાત કરવામાં આવે તો મેક્સીમમ કલીનીક છે.
કલીનીકમાં કમ્પલસરી 2 ડોક્યુમેન્ટ ,ફાયર એનઓસી ,બાયોમેડીકલ વેસ્ટ (જે જેન્યુન છે કે જેને બાયોમેડીકલ વેસ્ટ થતો જ નથી તે લોકો 300 રૂ.નો સ્ટેમ્પ પર નોટોરાઈઝ્ડ કરીને તે અપલોડ કરી શકે છે,પોતાના કલીનીકની 1,2,3 ઈમેજ અપલોડ કરવાની રહેશે પ્રક્રિયાની વાત કરીએ તો આ પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન છે વિિંાં://ૂૂૂ.ભહશક્ષશભફહયતફિંબહશતવળયક્ષતિં.લજ્ઞદ.શક્ષ/ ભળત/ઇંજ્ઞળય.ફતાડ્ઢ પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તેમાં ચેરપર્સન કમિશનર,ઈઉખઘ,ઈઉઈંઘ આ ત્રણની કમિટી જે તે કલીનીકનું વેરીફીકેશન કરશે.અને એક વર્ષનું પ્રોવિઝનલ સર્ટીફીકેટ મળશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા સરળલોકોએ 1000 ફી આપવાની રહેશે.આ બધું કર્યાબાદ 1 વર્ષનું પ્રોવિઝનલ સર્ટિફિકેટ મળશે.
ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનો લાભ
આ રજીસ્ટ્રેશનથી ડોકટરનાં ડોક્યુમેન્ટની જાણકારી આવશે બધી જ વિગતો વેરીફાઈ થશે એક દમ પારદર્શકતા આવશે અને આરોગ્યની ગુણવત્તામાં સુધારો આવશે. અને આરોગ્યની ગુણવત્તા સુધારશે તો વૈશ્વિકસ્તરે આપનો ઇન્ડેક્સ પણ સુધરશે.હેલ્થ ઇન્ડેક્સમાં ભારતનું નામ ટોચ પર આવી જશે.એટલે સરકારથી માંડી નાનામાં નાનાં વ્યક્તિ સુધી છેવાડાના માનવી સુધી આનો લાભ મળશે.