મુળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડની 19 વર્ષની યુવતી મૂળ રાજકોટ પંથકના એક શખ્સ સાથે મિત્રતા કેળવ્યા પછી તેની હવસનો શિકાર બની ગઈ હતી. ત્યારે મૂળ રાજકોટના વતની અને હાલ જામનગરમાં રહેતા અબ્દુલ હુસેન દેથા સાથે યુવતીએ મિત્રના કેળવ્યાં પછી બંને સાથે રહેતા હતા. તેમજ રાજકોટના વતની શખસને અગાઉ ભાણવડ પંથકની 19 વર્ષની યુવતી સાથે મૈત્રી સબંધો હતાં અને બન્ને વચ્ચે અણબનાવ બનતા બન્ને અલગ થઈ ગયા હતાં.
અનુસાર માહિતી મુજબ, દેવભુમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકની એક યુવતીને રાજકોટના શખસે મૈત્રી સબંધો બાંધીને જામજોધપુર તાલુકાના વેરાવળ ગામની સીમમાં મિત્રની વાડીએ લઈ જઈને યુવતી અને તેણીની પુત્રીને મારી નાંખવાની ધમકી આપીને બળજબરીથી 7 દિવસ સુધી દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર જામી છે.
જામનગરમાં રહેતા અને મુળ રાજકોટના વતનીને અગાઉ ભાણવડ પંથકની 19 વર્ષની યુવતી સાથે મૈત્રી સબંધો હતાં અને બન્ને વચ્ચે અણબનાવ બનતા બન્ને અલગ થઈ ગયા હતાં. તેમ છતાં શખસ યુવતી સાથે વાતચીત કરતો હતો અને યુવતી અને તેણીની પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાણવડની બારોબાર બોલાવી હતી અને યુવતીને અને તેણીની પુત્રીને જામજોધપુરના વેરાવળ ગામ ખાતે સલીમભાઈની વાડીએ લઈ ગયો હતો.
અહી 7 થી 8 દિવસ સુધી રાખીને યુવતીની મરજી વિરૂધ્ધ બળજબરીથી અવાર-નવાર શરીર સબંધ બાધીને દુષ્કર્મ આચરતો હતો. ત્યારબાદ યુવતીને પરત ભાણવડ મુકીને જતો રહ્યો હતો. ત્યારપછી યુવતીએ પોલીસ સ્ટેશને પહોંચી હતી અને જામજોધપુર પોલીસ સ્ટેશનના PSI આ નરાધમ સામે બળાત્કારનો ગુનો નોંધ્યો છે અને ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે. તેમજ આ બનાવથી ભાણવડ અને જામજોધપુર પંથકમાં સારી એવી ચકચાર મચી જવા પામી છે.