- કડક અધિકારીની છાપ ધરાવતા હિમકરસિંહ 2013 બેન્ચના આઈપીએસ
રાજકોટ જિલ્લા પોલીસ વડા તરીકે આઈપીએસ હિમકરસિંહે ચાર્જ સંભાળ્યો છે. આ સાથે જ તેઓ રાજકોટના 34માં એસપી બન્યા છે. હિમકરસિંઘ અગાઉ અમરેલી જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવી રહ્યા હતા. જે બાદ હવે તેમને સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ ખાતે મુકવામાં આવ્યા છે.
અમરેલી જિલ્લા પોલીસવડા તરીકે ફરજ બજાવ્યા બાદ હવે આઈપીએસ હિમકરસિંહને રાજકોટ એસપી તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. કડક અધિકારીની છાપ ધરાવતા હિમકરસિંઘ સૌરાષ્ટ્રની તાસીરથી વાકેફ છે. આજે તેમણે રાજકોટ જિલ્લા પોલીસ વડા તરીકે ચાર્જ લીધો હતો. ત્યારે એસપી ઓફિસ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે આજે રાજકોટના 34માં એસપી તરીકે ચાર્જ સંભાળ્યો છે.
હિમકરસિંહ વર્ષ 2013ની બેચના આઈપીએસ અધિકારી છે. તેઓ મૂળ ઉત્તરપ્રદેશના વતની છે. તેમણે વિજ્ઞાન પ્રવાહથી અભ્યાસ કરી બીએસસીની ડિગ્રી હાંસલ કરી હતી. આજે તેમણે ચાર્જ સંભાળતાની સાથે જ સૌ પ્રથમ સ્ટાફ સાથે બેઠક યોજી હતી અને આવતીકાલે જસવંતપુરા ખાતે મુખ્યમંત્રી આવતા હોય બંદોબસ્ત સ્કીમ ઘડી હતી અને તમામ બાબતોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.