2 વર્ષ પહેલાં – ડિસેમ્બર 2022માં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો સાથે ઐતિહાસિક જનાદેશ જનતાએ આપ્યો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જિન સરકારના લોકાભિમુખ શાસનને રાજ્યની જનતાએ વધાવી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના વારસાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સફળતાપૂર્વક આગળ ધપાવ્યો. અમૃતકાળના પ્રારંભના બે વર્ષોમાં ભૂપેન્દ્રભાઈએ જન-સામાન્યના હિતમાં ઝડપથી અનેક નિર્ણયો લીધા અને આ બે વર્ષ સેવા સંકલ્પ અને સમર્પણના બની રહ્યાં છે. બે વર્ષમાં ટીમ ગુજરાત ના સહિયારા પ્રયાસોથી દેશ-દુનિયાના વ્યાપક ફલક પર ગુજરાત ઝળહળતું રહ્યું. ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતે. જી-20 બેઠક અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી વૈશ્વિક કોન્ફરન્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતુ.
ભૂપેન્દ્રભાઈના કાર્યકાળમાં ગુજરાતની ઔદ્યોગિક આગેકૂચ જારી રહી. વિશ્વની ટોચની કંપનીઓએ ગુજરાતમાં મૂડીરોકાણ માટેની પ્રતિબદ્ધતા દર્શાવી.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અપનાવેલા પોલિસી ડ્ર્રીવન ગ્રોથને આગળ વધારતા છેલ્લા 2 વર્ષમાં સરકારે અનેક મહત્વપૂર્ણ પોલિસીઝ જાહેર કરી. જે પરિણામે ગુજરાત વિદેશી મૂડી રોકાણ આકર્ષવામાં દેશમાં અગ્રેસર રહ્યું છે.
તેથી જ ભારતમાં સેમિકંડક્ટર ક્ષેત્રે વૈશ્વિક કંપનીઓના રોકાણના કેન્દ્રમાં ગુજરાત રહ્યું .વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત 2047’ના વિઝનને સાકાર કરવા ‘ટીમ ગુજરાત’ મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ અહર્નિશ પ્રયાસ કરી રહી છે.
2 વર્ષ દરમિયાન જાહેર થયેલી મહત્વપૂર્ણ નીતિઓ
- ખરીદ નીતિ – 2024
- ગુજરાત ટેક્સટાઈલ પોલિસી – 2024
- કુટીર અને ગ્રામોદ્યોગ પોલિસી – 2024
- નારી ગૌરવનીતિ-2024
- ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી – 2023
- સેમિકંડક્ટર પોલિસી
- ન્યૂ આઈટી/ITes પોલિસી
- ગ્રીન-હાઈડ્રોજન પોલિસી
સુશાસનની સિદ્ધિઓ
- ગુજરાતની જનતા માટે ગરવું ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત
- અને ગતિશીલ ગુજરાત એમ 5ૠના મંત્ર સાથે સર્વગ્રાહી દિશાદર્શન કરતું 3 લાખ 32 હજાર કરોડનું માતબર બજેટ.
- ગુજરાતમાં સફળતાપૂર્વક 17 જેટલી જી-20 બેઠકોનું આયોજન
- વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના 10મા સંસ્કરણનું સફળ આયોજન
- અર્નિગ વેલ, લિવિંગ વેલના મંત્ર સાથે ‘વિકસિત ગુજરાત @2047’નો રોડમેપ બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય
- નીતિ આયોગની તર્જ પર ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાંસફોર્મેશન -ગ્રીટની સ્થાપના
- રાજ્યમાં શહેરીકરણ સુદ્રઢ થાય તે માટે નવી 9 મહાનગરપાલિકા અને 1 નગરપાલિકાની રચના થશે
- ઝીરો કેઝ્યુઅલ્ટી અભિગમ સાથે બિપરજોય વાવાઝોડાનો સામનો
- ગુજરાતમાં 2649 અમૃત સરોવરોનું નિર્માણકાર્ય પૂર્ણ, જે લક્ષ્યાંકના 107% સિદ્ધિ.
- મુખ્યમંત્રી કાર્યાલયને આઈએસઓ 9001:2015 સર્ટિફિકેશન પ્રાપ્ત થયું
- sustainable development goal index માં આરોગ્ય-સુવિધા સુખાકારી ક્ષેત્રે ગુજરાત સતત બીજી વાર દેશમાં પ્રથમ
- 2 લાખ 82 હજાર ઘર પર સોલાર પેનલ, ઉર્જા સુરક્ષામાં ગુજરાત દેશમાં અગ્રેસર
- પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ નિર્માણમાં ગુજરાત દેશમાં અગ્રેસર
- PMJAY-MA હેઠળ મળતી સહાય બમણી, હવે રૂ.10 લાખ સુધીની સારવાર નિ:શુલ્ક
- IORA પોર્ટલની સેવાના લાભાર્થીના પ્રતિભાવ જાણવા ફીડબેક સેન્ટરની રચના
- સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ પ્રાથમિક શાળાના 41 લાખ વિદ્યાર્થીઓને પૌષ્ટિક અલ્પાહાર
- આપવા માટે ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’નો આરંભ
- ગુજરાતમાં ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત 17 કરોડ 19 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર.
- વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ, સમગ્ર ગુજરાતમાં 7,000 થી વધુ સીસીટીવી કેમેરા સ્થાપિત, જેના
- કારણે છેલ્લા 2 વર્ષમાં 8,800 થી વધુ કેસોના નિરાકરણમાં મદદ.
- મુખ્યમંત્રીને મળતી ભેટ-સોગાદોના વેચાણ માટે પોર્ટલ લોન્ચ.
- યુવાનોના ઇનોવેટીવ વિચારોને ગુડ ગવર્નન્સમાં સાંકળવાની દિશામાં સરદાર પટેલ ગુડ ગવર્નન્સ ફેલોશીપની શરૂઆત કરી.
- ટેકનોલોજીના માધ્યમથી ફરિયાદ નિવારણ કાર્યક્રમ- સ્વાગત ઓનલાઇન પ્રોગ્રામના પરિણામલક્ષી 20 વર્ષ
- યુવા વિકાસ – સફળ યુવા, સમર્થ ગુજરાત
- ભારત સરકારના સ્ટાર્ટઅપ રેન્કિંગમાં છેલ્લા ચાર વર્ષથી દેશમાં ગુજરાત પ્રથમ
- કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા જાન્યુઆરી 2024થી ડ્રોન એપ્લીકેશનમાં 9 અદ્યતન કોર્સ શરૂ
- કૌશલ્ય- ધ સ્કિલ યુનિવર્સિટી – રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન લાઇસન્સ મેળવનાર રાજ્યની પ્રથમ યુનિવર્સિટી
- રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન : 22 જિલ્લાઓમાં 24 જિલ્લા રમત સંકુલ કાર્યરત
- ખેલ મહાકુંભ 2.0 ઇવેન્ટમાં 53 લાખ 66 હજારથી વધુ લોકોએ લીધો ભાગ
- રાજ્યના 21 જિલ્લાઓના 50 તાલુકાઓમાં સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય
- 2023- દેશમાં સૌપ્રથમ સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું આયોજન, જેમાં એક્ઝિબિશનમાં 28
- સ્પોર્ટસ સ્ટાર્ટ-અપ્સે ભાગ લીધો. પિચબૂક કોમ્પિટિશનમાં 65 સ્ટાર્ટ-અપ્સે ભાગ લીધો
- ગુજરાત યોગ બોર્ડે છેલ્લા બે વર્ષમાં 350 થી વધુ યોગ કોચ, 42 હજારથી વધુ યોગ ટ્રેનરોને તાલીમ આપી
વિશ્ર્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર
- રાજકોટ ખાતે હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ
- સુરત ખાતે ગુજરાતનું ત્રીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત
- ઓખા અને બેટ-દ્વારકાને જોડતા નવનિર્મિત સુદર્શન સેતુનું લોકાર્પણ
- અંદાજિત ₹394 કરોડના ખર્ચે એરફોર્સ સ્ટેશન ડીસાના રનવેનું લોકાર્પણ
- સુરતમાં વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ હબ ડાયમંડ બુર્સનું લોકાર્પણ
- દ્વારકા ખાતે નવા એરપોર્ટના નિર્માણ અને કેશોદ એરપોર્ટના વિસ્તરણનો નિર્ણય
- ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ, સલામત અને ઝડપી વાહનવ્યવહારને યોગ્ય રાખવા માટે 61 માર્ગોની પહોળાઈ વધારવા માટે ₹2995 કરોડ મંજૂર કરવામાં આવ્યા
- પ્રાદેશિક હવાઇ જોડાણ હેઠળ અમદાવાદ-દીવ-અમદાવાદ, સુરત-દીવ-સુરત અને અમદાવાદ-મુંદ્રા – અમદાવાદ, અમદાવાદ – નાંદેડ-અમદાવાદ, અમદાવાદ-કેશોદ-અમદાવાદ તેમજ અમદાવાદ-જલગાંવ-અમદાવાદ હવાઈ સેવા શરૂ કરવામાં આવી
- બેટ-દ્વારકા ટાપુને દ્વારકા સાથે જોડવા માટે ભારતનો સૌથી લાંબો 900 મીટરનો કેબલ સ્ટેયડ બ્રીજ રૂા.962.00 કરોડના ખર્ચે પુર્ણ.