- ન્યારી નદીના કાંઠે બનનારા કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીના ભવ્ય મંદિરનું કરશે ખાતમુહુર્ત કોર્પોરેશનના રૂ. 793 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમૂહૂર્ત કરશે: સદ્ભાવના વૃધ્ધાશ્રમની પણ લેશે મૂલાકાત
ગુજરાતના મૃદુ અને મકકમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે રાજકોટના અણમોલ અતિથી બનશે આવતીકાલે શુક્રવારે સવારે તેઓ શહેરની ભાગોળે જશવંતપુર ખાતે ન્યારી નદીના કાંઠે બનનારા કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીના ભવ્ય મંદિરનું સીએમના હસ્તે ભૂમી પૂજન કરવામાં આવશે આ ઉપરાંત મુખ્યપ્રધાન રાજકોટ મહાનગર પાલિકાના રૂ. 793 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમૂહૂર્ત કરશે સદભાવના વૃધ્ધાશ્રમની મૂલાકાત લઈ ભૂપેન્દ્રભકાઈ વૃધ્ધાશ્રમમાં વસવાટ કરતા વડીલો સાથે સ્નેહસભર સંવાદ પણ કરશે.
રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પો પૈકી રૂ.569.19 કરોડના 4 પ્રકલ્પોના લોકાર્પણ તથા રૂ.224.26 કરોડના જુદા જુદા 56 પ્રકલ્પોના ખાતમુહૂર્ત તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણાધિન 1.5 બીએચકે ના 1010 આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના ઈ.ડબલ્યું.એસ-2 કેટેગરીના ખાલી 210 આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દ હસ્તે શુક્રવારના રોજ બપોરે 12 કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડ, ખાતે કરશે આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રી દ્વારા કાલે રાજકોટ ખાતે સ્માર્ટ સિટી યોજના અંતર્ગત ટી.પી. સ્ક્રીમ નં.32(રૈયા) વિસ્તારમાં એબીડી હેઠળ નિર્માણ કરવામાં આવેલા રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રૂ.565.11 કરોડના કામનું લોકાર્પણ કરાશે.જેમાં
રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામો (રોડ નેટવર્ક, વોટર સપ્લાય તથા રી-સાઈકલ્ડ વોટર સપ્લાય સિસ્ટમ, સિવરેજ સિસ્ટમ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ, સ્માર્ટ સ્ટ્રીટ લાઈટીંગ, પાવર કેબલ માટે યુટીલીટી ડક્ટસ, સાઈકલ ટ્રેક, ફૂટપાથ વગેરેનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સિટી બસ સેવામાં નવા રૂટ શરૂ કરવા તેમજ ટ્રાફિકવાળા રૂટમાં વધારાની બસ શરૂ કરવા એમ કુલ 22 નવી સી.એન.જી. ફ્યુઅલ આધારિત બસ શરૂ કરવા ફ્લેગ ઑફ અને
ડ્રેનેજ વિભાગના ઉપયોગ માટે 8000 લિ.કેપેસિટીના નવા ખરીદ કરવામાં આવેલ 7 નંગ જેટીંગ મશીન વાહનોને ફ્લેગ ઑફ આપશે.પ્રદ્યુમન પાર્ક ઝુ ખાતે ત્રણ કેન્ટીનના બિલ્ડીંગમાં કરવામાં આવેલ રીનોવેશન કામનું લોકાર્પણ કરશે. જ્યારે રૂ.224.26 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે.બાંધકામ વિભાગને લગતા રૂ.67.76 કરોડના 26 કામો,
ડ્રેનેજ નેટવર્કને લગતા રૂ.44.50 કરોડના 7 કામો, વોટર વર્કસ નેટવર્કના રૂ.23.84 કરોડના 6 કામ ,રોડ-ડામર કામ તથા ડીવાઈડર-સેન્ટ્રલ લાઈટીંગને લગતા રૂ.83.38 કરોડના 15 કામ અને વિવિધ સાધન ખરીદીના 2 કામોનું ખાતમુહૂર્ત કરશે.
જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણાધિન 1.5 બીએચકેના 1010 આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો,
રૂડાના ઈડબલ્યુ એસ-2 કેટેગરીના ખાલી રહેલા 210 આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો પણ મુખ્યમંત્રીના હસ્તે કરાશે.