- બાપા સીતારામની મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
- બાપુ દ્વારા ગામ લોકોને નાસ્તાની વ્યવસ્થા અને બહેનો દ્વારા સત્સંગ મંડળનો કાર્યક્રમ યોજાયો
- ગામના સરપંચે સમગ્ર મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો
કુંકાવાવના મેઘા પીપળીયા ગામે પ્રેમ નારાયણ બાપુ દ્વારા મહિલા મંડલ સત્સંગ કાર્યક્રમ અને ગોદાદા ધુંન મંડળ દ્વારા બાપા સીતારામની મઢુલીનું નવ નિર્માણ તથા બાપા સીતારામની મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ બાપુ દ્વારા ગામ લોકોને નાસ્તાની વ્યવસ્થા અને બહેનો દ્વારા સત્સંગ મંડળનો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન હજારો લોકો બાપુના દર્શન કરવા માટે આવે છે. સત્સંગમાં નીતા સિસોદિયા ખૂબ સારા ગીતો પણ ગાયા હતા તથા ગામના સરપંચ જે.ડી ગુજરીયા દ્વારા સમગ્ર મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર, કુકાવાવના મેઘા પીપળીયા ગામે પ્રેમ નારાયણ બાપુ 12 વર્ષથી અન્નો ત્યાગ કરેલ છે અને ચાર વર્ષ થઈ ગયા છે છતાં પણ બાપુ સેવાકીય પ્રવૃતિઓ મેઘા પીપળીયા ગામમાં કરતા રહે છે જેમાં કુતરાઓને બિસ્કીટ ગાયોને રોટલી બાળકોને બટુક ભોજન તથા કાલે સમગ્ર ગ્રામજનોને પ્રસાદી રૂપે નાસ્તાનું આયોજન તથા બહેનોને સત્સંગ મંડળમાં સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. મેઘા પીપળીયામાં બહેનો દ્વારા સત્સંગ મંડળ અને ભાઈઓ દ્વારા ધૂન મંડળ ગામમાં સારા નરસા પ્રસંગોમાં યોજવામાં આવે છે. facebook અને whatsapp યુગમાં મેઘા પીપળીયાના યુવાનો દ્વારા એક ગોદાદા ધૂન મંડળ બનાવવામાં આવ્યું છે. જેમાં ધુન મંડળના ભાઈઓ દ્વારા શ્રાવણ માસ દરમિયાન પ્રભાતફેરી કરવી કૂતરાઓને રોટલા ખવડાવવા ગાયોને નીરન નાખવી અને ગો દાદા આશ્રમની નિર્માણ કાર્યમાં મદદરૂપ થવું સ્મશાનમાં ઓટાઓ બનાવી આપવા અને લાકડાનો સ્ટોર રૂમ બનાવવા ત્યારબાદ આશ્રમમાં મહિનામાં ત્રણ વખત કૂતરાઓને લાડવા અને દર શનિવારે ધુન રાખવામાં આવે છે.
જેમાં ગામ લોકોએ પણ ખૂબ જ સહકાર આપે છે તેવી જ રીતે મેઘા પીપળીયાના પાદરમાં બાપા સીતારામની મઢુલી ધૂન મંડળ દ્વારા નવી બનાવી આપેલ અને બાપા સીતારામની નવી મૂર્તિ બેસાડેલ હતી. પ્રેમનારાયણ બાપુ હંમેશાં તપસ્યામાં રહે છે અને સમગ્ર ગ્રામજનોને આશીર્વાદ આપે છે. બાપુ દ્વારા ગામ લોકોને નાસ્તાની વ્યવસ્થા અને બહેનો દ્વારા સત્સંગ મંડળ નો કાર્યક્રમ યોજાયો હતો હજારો લોકો બાપુના દર્શન કરવા માટે આવે છે. રાતના સત્સંગના કાર્યક્રમમાં દિવાળીબેન ભીલની જેને ઉપમા મળી છે. એવા સંતવાણીમાં ખુબ જ સારા ભજનો ગાય છે એવા નીતાબા સિસોદિયા તથા તેમના પરિવાર જનો પણ બાપુના દર્શન માટે આવ્યા હતા અને સત્સંગમાં આવી નીતાબેને ખૂબ સારા ગીતો પણ ગાયા હતા તથા ગામના સરપંચ સાહેબ જેડી ગુજરીયા દ્વારા સમગ્ર મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ: કનુ ડાંગર