- ડોક્ટરની પાસે કોઈ ડીગ્રી કે સર્ટિફિકેટ ન હોવાનું આવ્યું સામે
- આરોપીને ક્લિનિક ઉપર લાવી પંચનામું કરાયું
સુરતમાં વર્ષ 2008માં બોગસ ડોક્ટર એ કે સિંહની ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આ ડોક્ટર વલ્લભનગરમાં ક્લિનિક ચલાવતો હતો. જે ડોકટરનો કાપોદ્રા પોલીસે ક્લિનક પર લઈ જઈ ડોક્ટરનો વરઘોડો કાઢ્યો હતો. આ ડોક્ટર વલ્ભનગર ખાતે કિરણ ક્લિનિક ચલાવતો હતો. તેમજ તેની પાસે ડોક્ટરની કોઈ પણ પ્રકારની ડીગ્રી કે સર્ટિફિકેટ ન હોવાનું સામે આવ્યું હતું. બોગસ ડોક્ટર દ્વારા નોર્મલ પ્રકારની દવા દર્દીઓને આપવામાં આવતી હતી. હાલ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે આરોપીને તેના ક્લિનિક ઉપર લાવી પંચનામું કર્યું હતું.
સુરત પોલીસે કાપોદ્રા વિસ્તારમાં આવેલી વલ્લભનગરમાં ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર એ.કે. સિંહ નામના બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. બોગસ ડોકટર વર્ષ 2008માં પણ પોલીસના હાથે ચડ્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ઘરવામાં આવી છે.
સુરતમાં થોડા સમય પહેલાં 8 બોગસ ડોકટરો પકડાયા હતા. રશેસ ગુજરાથી આણી મંડળીએ અત્યાર સુધી 70 હજાર ખંખેરી હજારો લોકોને નકલી ડોકટર ડિગ્રી આપી હતી. પાંડેસરા પોલીસે રસેશ ગુજરાતી, બી.કે.રાવત અને ઈરફાન સેયદના રિમાન્ડ મેળવી પૂછપરછ આદરી છે. બીજી તરફ રસેશ ગુજરાતી આણી મંડળી સામે નકલી ડોક્ટરો ફરિયાદ કરવા માટે પાંડેસરા પોલીસ સ્ટેશન પહોંચી રહ્યા છે. અત્યાર સુધીમાં આઠ જેટલા નકલી ડોક્ટરો પાંડેસરા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને તેઓએ જણાવ્યું કે, રસેશ ગુજરાતીએ અમને પણ નકલી ડિગ્રી આપી છે.
કાપોદ્રા પોલીસે બોગસ ડોકટરને તેના ક્લિનિક પર જઈને ઝડપીને વરઘોડો કાઢવામાં આવ્યો હતો. સુરત શહેરમાં વધુ એક બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. વલ્લભનગરમાં ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર એ.કે. સિંહ નામના બોગસ ડોક્ટરની પોલીસે ધરપકડ કરીને કાપોદ્રા પોલીસે ક્લિનક પર લઈ જઈ ડોક્ટરનો વરઘોડો કાઢ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.