ભારતમાં રેલ્વે સૌથી મોટુ પરિવહનનું માધ્યમ છે માટે મુસાફરોની સુરક્ષા અને સલામતી પુરી પાડવા માટે ભારતીય રેલ્વે દેશભરમાં પોતાની તમામ ટ્રેન અને સ્ટેશન્સ પર ૧૨ લાખ અત્યાધુનિક સીસીટીવી કેમેરા લગાવશે ભારતમાં હાલ કુલ ૧૧,૦૦૦ ટ્રેનો અને ૮,૫૦૦ રેલ્વે સ્ટેશનો છે.
જેને સીસીટીવીથી સજ્જ કરવા માટે આગામી બજેટમાં ૩ હજાર કરોડની જોગવાઇ કરવામાં આવશે. આ સહિત રેલ્વે સ્ટેશનોને સુરક્ષિત પણ બનાવાશે. રેલ્વેની યોજના અંતર્ગત દરેક કોચમાં ૮ સીસીટીવી કેમેરા રહેશે. જો કે રેલ્વે સ્ટેશનો પર સીસીટીવી કેમેરા તો હોય જ છે. હાલ રેલ્વે સ્ટેશન અને ૫૦ ટ્રેનો સીસીટીવીની સુવિધા ધરાવે છે.
પરંતુ હવે તમામ ટ્રેનો અને સ્ટેશનોમાં સીસીટીવી લગાડવાની જોગવાઇ કરવામાં આવશે. રેલ્વે મંત્રીના અધિકારીના જણાવ્યા મુજબ આગામી બે વર્ષમાં તમામ એક્સપ્રેસ રાજધાની, શતાબ્દી, દુરન્તો સહિતની ટ્રેનોમાં સર્વેલન્સ સિસ્ટમ લગાડવામાં આવશે. કારણ છેલ્લાં એક વર્ષથી ટ્રેન દુર્ધટનાઓને જોતા આ વખતે રેલ્વે બજેટમાં સુરક્ષા બનાવવા અને અકસ્માતો રોકવાનો પ્રાથમિકતા આપવામાં આવશે જેના માટે આગામી રેલ્વે બજેટ ૨૦૧૮-૧૯ અંતર્ગત ૩૦૦૦ કરોડ રુપિયાની જોગવાઇ કરવામાં આવશે.