- 50 થી વધુ લોકોએ આ મેળાનો લીધો લાભ
- બેન્કોના પ્રતિનીધીઓ દ્રારા બેન્ક લોન તથા અલગ અલગ યોજના બાબતે જરૂરી માર્ગદર્શન અપાયું
ગાંધીધામ સામાન્ય પ્રજાજનોને નાણાકીય જરૂરિયાત માટે લોન મેળવવા અગવડતા ન પડે તથા લોકોને સરળતાથી બેન્કીંગ સવલત મળી રહે. તે હેતુથી આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટેશન ખાતે લોન મેળાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ ઇન્સપેકટર ડી.જી.પટેલ દ્વારા એસ.બી.આઇ. બેન્ક,એક્સિસ બેન્ક, એચ.ડી.એફ.સી. બેન્ક તથા બેન્ક ઓફ બરોડા જેવી અલગ અલગ બેન્કોના અધિકારીઓને આમંત્રણ આપી લોન મેળાનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં લોન મેળવવા માંગતા આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આશરે 50 જેટલા લોકોએ આ મેળાનો લાભ લીધો હતો. જેઓને ઉપરોકત અલગ અલગ બેન્કોના પ્રતિનીધીઓ દ્રારા બેન્ક લોન તથા અલગ અલગ યોજના બાબતે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.
આ અંગે મળતી માહિતી અનુસાર, સામાન્ય પ્રજાજનોને નાણાકીય જરૂરિયાત માટે લોન મેળવવા અગવડતા ન પડે તથા લોકોને સરળતાથી બેન્કીંગ સવલત મળી રહે તેવા ઉમદા હેતુથી પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા નાયબ પો.અધિ. મુકેશ ચૌધરીના માર્ગદર્શન મુજબ આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટેશન ખાતે લોન મેળાનુ આયોજન કરવામાં આવ્યું જેમાં પોલીસ ઇન્સપેકટર ડી.જી.પટેલ દ્વારા એસ.બી.આઇ. બેન્ક,એક્સિસ બેન્ક, એચ.ડી.એફ.સી. બેન્ક તથા બેન્ક ઓફ બરોડા જેવી અલગ અલગ બેન્કોના અધિકારીઓને આમંત્રણ આપી લોન મેળાનુ આયોજન કરવામાં આવ્યુ. જેમાં લોન મેળવવા માંગતા આદિપુર પો.સ્ટે. વિસ્તારમાંથી આશરે 50 જેટલા માણસો હાજર રહ્યા હતા.
જેઓને ઉપરોકત અલગ અલગ બેન્કોના પ્રતિનીધીઓ દ્રારા બેન્ક લોન તથા અલગ અલગ યોજના બાબતે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું. તેમજ અત્યારના સમયમાં અનેક પ્રકારની એપ્લીકેશન દ્વારા લોભામણી લિન્કથી ફ્રોડ કરવામાં આવે છે. વિગેરે સાયબર ક્રાઇમ ગુના વિશે લોકોને માહીતગાર કરવામાં આવ્યા. અને સાયબર ક્રાઇમથી બચવા અપિલ કરવામાં આવેલ. તેમજ સાયબર ક્રાઈમનો કોઈ ભોગ બને તો 1930 હેલ્પલાઇનનો સંપર્ક કરવા જણાવાયું હતું. નાના અને ગરીબ તેમજ મધ્યમ વર્ગના માણસો વ્યાજખોરીના ચુંગલમાં ના ફસાય તે માટે આદિપુર પોલીસ સ્ટેશન ખાતે લોન મેળાનુ આયોજન કરવામાં આવ્યું. તેમજ વ્યાજ બાબતે કોઇ પણ ફરીયાદ હોય તો તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પીઆઇ ડી.જી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
અહેવાલ: ભારતી માખીજાણી