આત્મા પ્રોજેક્ટ દ્વારા નર્મદા જિલ્લાના ગામોમાં પ્રાકૃતિક કૃષિની તાલીમ અને ખેડૂત ગોષ્ઠી યોજાઈ હતી. મંગળવારે દેડિયાપાડાના સોલીયા અને સામોટ, તિલકવાડાના નમારિયા, ફતેપુરા વણ અને વ્યાધર, નાંદોદના કુમસગામ અને અકુવાડા, સાગબારાના નરવાડી ગામે તાલીમ યોજાઈ હતી. નર્મદા જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તે ખરેખર પ્રશંસનીય છે. ખેડૂતો રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ટાળી દેશી ગાય આધારિત ખેતી તરફ વળી પ્રાકૃતિક ખેતીનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે.
નર્મદા જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ક્લસ્ટર બેઝ તાલીમ અને કિશાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ફાર્મર માસ્ટર ટ્રેનર્સ અને ટેકનિકલ માસ્ટર ટ્રેનર્સ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની વિશેષ માહિતી અને મોડેલ ફાર્મની મુલાકાત સાથે તાલીમ આપવામાં આવી રહી છે. મંગળવારે દેડિયાપાડા તાલુકાના સોલીયા અને સામોટ, તિલકવાડા તાલુકાના નમારિયા, ફતેપુરા વણ અને વ્યાધર, નાંદોદ તાલુકાના કુમસગામ અને અકુવાડા, અને સાગબારા તાલુકાના નરવાડી ગામે તાલીમ યોજાઈ હતી.
પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ ન થતો હોવાથી જમીનની ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. પ્રાકૃતિક ખેતીમાં પાણીનો ઓછો ઉપયોગ થતો હોવાથી પાણીનો પણ બચાવ થાય છે અને પર્યાવરણને પણ કોઈ નુકસાન પહોંચતું નથી. પ્રાકૃતિક ખેતીમાંથી ઉત્પાદિત ધાન્યો-ખાદ્યપદાર્થો સ્વસ્થ અને પૌષ્ટિક હોય છે. તેથી આ ખેતી પદ્ધતિ અપનાવવા ખેડૂતોને ખાતર બનાવવાની રીતો, પાકની પસંદગી, પાક રોપવાની યોગ્ય રીત, જૈવિક ખાતરોનો ઉપયોગ, ફાયદાકારક જંતુઓનો ઉપયોગ, ખેતરમાં ઉત્પાદિત પાકનું બજાર શોધવા અને વેચાણ કરવા માટેની માહિતી પુરી પાડવામાં આવે છે.