- ગૌચર જમીન માટે છ વર્ષની લડતના પગલે કરાઈ કાર્યવાહી
- કલેકટર કચેરીના આદેશ અન્યવે નોંધાઈ ફરિયાદ
રાપર તાલુકાના રામવાવ ગામે ગૌચરની જમીન ઉપર વ્યાપક પ્રમાણમાં કાચા પાકા દબાણો ગૌચરની જમીન ઉપર વ્યાપક પ્રમાણમાં કાચા પાકા દબાણો થઈ ગયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જે અંગે ગામના જાગૃત નાગરિક દ્વારા છેલ્લા છ વર્ષથી લડત ચલાવવામાં આવી રહી છે. દબાણો દૂર કરવાના પ્રશ્ન સામે તંત્ર દ્વારા ઉકેલ માટે તૈયારી પણ દર્શાવવામાં આવી હતી, તેમ છતાં સંપૂર્ણ દબાણો દૂર ના થતા અરજદારે ગાયોના ચારિયાન માટેની લડત ચાલુ રાખી હતી. ગ્રામ પંચાયત દ્વારા આ મામલે એક સામટા 22 વ્યક્તિ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. ગૌચર જમીન દબાણ વિરુદ્ધ શિવુંભા જાડેજાએ અનેક વખત લેખિત તેમજ આંદોલનાત્મક રીતે લડત ચલાવી જમીન મુક્ત થવા રજૂઆતો કરી હતી. આખરે કલેકટર કચેરીના આદેશ અન્યવે હાલ 22 ઈસમો સામે સરકારી જમીન દબાણ ધારા હેઠળ ફરિયાદ નોંધાઈ છે
આ અંગે મળતી માહિતી અનુસાર, રાપર તાલુકાના રામવાવ ગામે ગૌચર નિમ થયેલી જમીન ઉપર વ્યાપક પ્રમાણમાં કાચા પાકા દબાણો થઈ ગયા હોવાના આક્ષેપ સાથે ગામના જાગૃત નાગરિક દ્વારા છેલ્લા છ વર્ષથી લડત ચલાવવામાં આવી રહી છે. દબાણો દૂર કરવા તંત્ર દ્વારા પ્રશ્નના ઉકેલ માટે તૈયારી પણ દર્શાવવામાં આવી હતી, જોકે તેમ છતાં સંપૂર્ણ દબાણો દૂર ના થતા અરજદારે ગાયો ના ચારિયાન માટેની લડત ચાલુ રાખતા હવે ખુદ ગ્રામ પંચાયત દ્વારા આ મામલે એક સામટા 22 વ્યક્તિ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
રામવાવ ગામના ઇન્ચાર્જ તલાટી હિતેન્દ્ર પ્રજાપતિએ કલેકટરના હુકમના આધારે રાપર પોલીસમાં આપેલી ફરીયાદ અનુસાર રામવાવ ગામની ગૌચર નીમ વાળી જમીન ઉપર રામવાવ ગામના ગ્રામ જનો દ્રારા દબાણ કરેલ હોવાથી, આ દબાણ દુર કરવા માટે રામવાવ ગામના શિવુભા દેશળજી જાડે જાએ તાલુકા પંચાયત કચેરી રાપર ખાતે અરજી કરી હતી. જે અંતર્ગત રાપર તાલુકા પંચાયત કચેરીએ રામવાવ ગ્રામ પંચાયત ને દબાણ દુર કરવા માટે હુકમ કરતા રામવાવ ગ્રામ પંચાયતે સદર દબાણ વાળી જગ્યાની માપણી માપણી કરાવતા સદર ગૌચર નીમ વાળી જગ્યા માં કુલ્લ 30 જેટલા દબાણો હોવાની અરજી મળતા તેની વહીવટી તપાસ બાદ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા ફરિયાદ દાખલ કરાઈ હતી.
તંત્રની સ્થળ તપાસમાં દબાણ કરતા (1) સામા લાલા મણવર (2) કાના ભચુ વરચંદ તથા (3) વસ રામ હીરા વરચંદ તથા (4)રેણા હીરા વરચંદ(5) ગોવિંદ ભુરા વરચંદ(6) ઈશા અભરામ માંજોઠી (7) લખમણ વાલા ઢીલા (8) સવા પેથા વરચંદ(9) માદેવા પેથા વરચંદ (10) માદેવા ધના મણવર (11) સવીતાબેન ભચુ સથવારા (12) સામા નારણ વરચંદ (13) ધારા પાંચા વરચંદ (14) પચાણ ભુરા સોનારા (15) સામા હભુ સોનારા (16) ડાયા બેચરા વરચં ૬ (17) સાજણ ગોપારા વરચંદ (18) રામા ધના સોનારા (19) ધારા ધના સોનારા (20) મોહન સામા રણમલ સોનારા (21) પચાણ સાજણ વરચંદ (22 ) પેથા હીરા વરચંદ વાળાઓ એ ગૌચર નીમ વાળી જમીન ઉપર વાવેતર તથા પાણીના ટાંકાઓ બનાવી દીધા છે તેમજ દબાણ વાળી જગ્યાની ફરતે વાડ ગેરકાયદેસર રીતે વાડ બાંધી કબ્જો કરી સરકારી ગૌચર જમીન પચાવી પાડતા હોય આરોપીઓ વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા ફરીયાદ દાખલ કરવામાં આવી છે ઉલ્લેખ નિય છે કે રામવાવ ગામે ગૌચર જમીન દબાણ વિરુદ્ધ ગામના શિવુંભા જાડેજાએ અનેક વખત લેખિત તેમજ આંદોલનાત્મક રીતે લડત ચલાવી જમીન મુક્ત થવા રજૂઆતો કરી હતી. આખરે કલેકટર કચેરીના આદેશ અન્યવે હાલ 22 ઈસમો સામે સરકારી જમીન દબાણ ધારા હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
અહેવાલ: ગની કુંભાર