- મોબાઈલથી અધોગતિ
તરૂણો અને યુવાનો સરેરાશ 180 થી 200 વખત દિવસ દરમિયાન પોતાનો મોબાઈલ ચેક કરતા હોય છે, મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીઓ દેસાઈ ઉન્નતિ, ગડારા બંસી અને વિંઝુડા રીંકલે ડો. ધારા દોશીના માર્ગદર્શનમાં 1364 લોકો પર સર્વે કરી પોપકોર્ન બ્રેઇન વિશે સર્વે કરી માહિતી એકત્રિત કરી
પરીક્ષાઓ જ્યારે નજીક આવે છે ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓએ પોપકોર્ન બ્રેઇન વિશે જાણવું જરૂરી છે.
વિદ્યાર્થીઓ પણ એક જગ્યાએ જ્યારે ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા, વારંવાર સ્ક્રીન સમય વધવો, એક વિષયથી બીજા વિષય પર જતું રહેવું, વાંચતા વાંચતા પણ મોબાઈલ વિશે વિચારી મોબાઈલ ચેક કરતા રહેવું પોપકોર્ન બ્રેઇન નજીક લઈ જાય છે.
ઘણી વખત આપણે જોઈએ છીએ કે વ્યક્તિ એક સમયે એક વસ્તુથી તરત બીજી વસ્તુ તરફ ભટકી જાય છે. વારંવાર ફોન ચેક કરવો, એક રિલ્સ કે વિડીયો પૂર્ણ ન થયો હોય ત્યાં સ્ક્રોલ કરીને બીજો વિડીયો જોવો, સતત અસ્થિર વિચારો આ બધા પોપકોર્ન બ્રેઇનના લક્ષણો છે.
આ અંગે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીઓ દેસાઈ ઉન્નતિ, ગડારા બંસી અને વિંઝુડા રીંકલે ડો. ધારા આર. દોશીના માર્ગદર્શન માં 1364 લોકો પર સર્વે કરી પોપકોર્ન બ્રેઇન વિશે સર્વે કરી માહિતી એકત્રિત કરી.
પોપકોર્ન બ્રેઈન શું છે?
પોપકોર્ન બ્રેઇન એ એક માનસિક સ્થિતિ છે જેમાં વ્યક્તિ એક વિષયથીબીજા વિષય પર વિચાર કરતી વખતે ભટકી જાય છે. તેને પોપકોર્ન બ્રેઈન સિન્ડ્રોમ પણ કહેવામાં આવે છે. આ એક પ્રકારની નબળી માનસિક સ્થિતિ છે જેના કારણે એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થાય છે. પોપકોર્ન બ્રેઈન એક એવી માનસિક સ્થિતિ છે જેમાં એક પછી એક ઝડપથી વિચારો મગજમાં આવે છે.તેના પ્રતિકૂળ પરિણામો એ છે કે મગજ કોઈ પણ એક વિચાર પર સ્થિર રહી શકતું નથી. આ તે જ રીતે થાય છે જેમ રાંધવામાં આવે ત્યારે પોપકોર્નના દાણા ફૂટે છે.જ્યાં તે ડિજિટલ ટેકનોલોજી, ગેજેટ્સ, અને વારંવાર બદલાતા ડેટાની ટેવાઈ જવાથી ઊંડા અને મક્કમ વિચારો કરવા અસમર્થ થઈ જાય છે. આનાથી આપણા મગજ માટે એક સમયે એક વસ્તુ ઉપર ઘ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બને છે. મનની આ સ્થિતિ આપણી ઉત્પાદકતા અને સર્જનાત્મકતાને ખરાબ રીતે અસર કરે છે. સોશ્યલ મીડિયા પર રીલ્સ અને શોર્ટ્સે પોપકોર્ન બ્રેઈનની સમસ્યાને વધુ વકરી છે. આ રિલ્સ જે દર 30 સેક્ધડે બદલાતી રહે છે. તે આપણને સતત કંઇક નવું જોવા તરફ ધકેલે છે. આ કારણે આપણું મન કોઈ એક સ્થાન પર રહી શકતું નથી. આના કારણે આપણું મગજ ડોપામાઈન છોડે છે. ડોપામાઈન એ હોર્મોન છે જે આપણામાં ઉત્તેજના ઉત્પન્ન કરે છે. મગજ સ્ક્રીનના ઉપયોગ દ્વારા ત્વરિત પ્રસન્નતા અને પુરસ્કારો મેળવવા માટે ક્ધડીશન્ડ બને છે. આની નકારાત્મક અસર મન અને જીવનની ગુણવત્તા પર પડે છે. ખૂબ લાંબા સમય સુધી ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ કરવાથી પોપકોર્ન બ્રેઇન થાય છે. સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવવો પણ પોપકોર્ન બ્રેઇનનું કારણ બની શકે છે.
લક્ષણો-સારવાર
ધ્યાન અને એકાગ્રતાનો અભાવ તણાવ અને ચિંતાનું ઉચ્ચ સ્તર નબળી નિર્ણય શક્તિ વારંવાર ફોન ચેક કરવાની ઈચ્છા થવી મૂડ સ્વિંગ્સ નાની વાતમાં ચિડાઈ જવી. આવેગિક અસંતુલન નિંદ્રામાં ઘટાડો સામાજિક કુસમાયોજન વારંવાર માથાનો દુ:ખાવો થવો યાદશક્તિમાં ઘટાડો અશાંતિનો અનુભવ એકલતાનો અનુભવ અનિયંત્રિત વિચારો ધીરજતાનો અભાવ *કારણો*: ડિજિટલ ઉપકરણનો વધુ વપરાશ ઝડપી અને સતત માહિતીનો પ્રવાહ તાત્કાલિક સંતોષની ટેવ
સારવાર: બિન-આવશ્યક એપ્લિકેશનોમાંથી બિનજરૂરી સૂચનાઓ બંધ કરવાનો પ્રયાસ કરો. “સોશિયલ મીડિયા તપાસવા માટે ચોક્કસ સમયગાળો ફાળવવો, જેમ કે 3-4 કલાક પછી થોડી મિનિટો લેવી. “દરેક બીજી વસ્તુ માટે ફોન સુધી પહોંચવાને બદલે, પ્રકૃતિમાં અથવા તમારા પરિવાર સાથે થોડો સમય પસાર કરવાનો પ્રયાસ કરો. “રોજ પુસ્તક વાંચો અથવા અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરો. આ તમારું ધ્યાન ડિજિટલ થી દૂર કરશે. “નાની એવી ક્રિયાઓ કરો જેનાથી તમને આનંદ મળે અને મગજ શાંત રહે. “દિવસમાં ઓછામાં ઓછા 3-4 કલાક માટે ફોન, લેપટોપ, અને ટીવીને દૂર કરી તમારી મનપસંદ પ્રવૃત્તિ કરો “પરિવાર અને મિત્રોના સાથમાં ગુણવત્તાવાળો સમય વિતાવો.
સર્વેના તારણો
- 61.2% લોકોએ કહ્યું કે તેઓ પોતાનો ફોન વારંવાર તપાસે છે.
- 74.5% લોકોએ કહ્યું કે તેઓ કોઈ કામ કે પ્રવૃત્તિમાં હોય ત્યારે વચ્ચે સતત સ્ક્રોલિંગ કરે છે.
- 56.9% લોકોએ કહ્યું કે તેઓ પોતાના મોબાઈલમાં નોટીફિકેશન આવતા જ તેને જોવા તત્પર થઈ જાય છે.
- 61.8% લોકોએ કહ્યું કે તેઓને કોઈ કાર્યમાં એકાગ્ર થવામાં મુશ્કેલી અનુભવાય છે.
- 70.6% લોકોએ કહ્યું કે તેઓ વારંવાર મોબાઈલ ચેક ન કરે તો અશાંતિનો અનુભવ કરે છે.
- 56.9% લોકોએ કહ્યું કે જયારે તેઓ મોબાઈલનો ઉપયોગ કરતા હોય ત્યારે અન્ય કાર્ય કરવાની ઈચ્છા થતી નથી.
- 74% લોકોએ કહ્યું કે નવી માહિતી મેળવવા માટે તેઓ સૌ પ્રથમ મોબાઈલનો જ વિકલ્પ પસંદ કરે છે.
- 70.2% લોકોએ કહ્યું કે તેઓ 1 કલાકમાં વારંવાર પોતાનો મોબાઈલ ચેક કરે છે.
- 80.1% લોકોએ કહ્યું કે મોબાઈલમાં નોટીફિકેશન આવ્યા બાદ જો તરત જ ચેક ન કરો તો તેમને બેચેની અનુભવાય છે.
- 61.6% લોકોએ કહ્યું કે દિવસ દરમ્યાન મોબાઇલનો વધુ ઉપયોગ એ રાતની ઉંઘમાં વિક્ષેપ ઉભો કરે છે.
- 57.1% લોકોએ કહ્યું કે વધારે મોબાઈલના ઉપયોગના કારણે તેમની યાદશક્તિમાં ઘટાડો થાય છે.
- 77.4% લોકોએ કહ્યું કે લાઈક અને કમેન્ટ ન મળે તો નિરાશા અને એકલતાની ભાવના અનુભવાય છે.
- 51.9% લોકોએ કહ્યું કે જરૂરતથી વધારે એક્ટિવ રહેવાના કારણે મગજમાં હંમેશા થાકનો અનુભવ થાય છે.
- 63.3% લોકોએ કહ્યું કે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરવાથી નવા વિચારો કરવામાં અસમર્થતા અનુભવાય છે.
- 59.2% લોકોએ કહ્યું કે વારંવાર મૂડ સ્વિંગ્સની સમસ્યાઓથી તેઓ પરેશાન છે. 56.6% લોકોએ કહ્યું કે તેમનું મન એકથી બીજા – બીજાથી ત્રીજા વિચાર તરફ બદલાયા કરે છે.
- 82.1% લોકોએ કહ્યું કે તેઓ મનપસંદ કાર્ય કરતા હોય અને વચ્ચે નોટીફિકેશન આવતા તેઓનના મૂળ કાર્યને ભૂલી જાય છે.
- 54.6 % લોકોએ કહ્યું કે તેમને લાગે છે કે મોબાઈલમાં પસાર કરેલ સમય એ તેમના માટેનો સમય હતો.86.4% લોકોએ કહ્યું કે સમય મર્યાદાથી વધારે મોબાઈલનો ઉપયોગ કરવો એ અયોગ્ય છે.