- કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને રેવન્યૂ ઓફિસર્સ બેઠક યોજાઈ
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે રેવન્યૂ ઓફિસર્સ(આર.ઓ.) મિટિંગ યોજાઈ હતી. બેઠકમા દબાણ હટાવ સહિતની કામગીરી તટસ્થતાથી કરવા અધિકારીઓને સૂચના કલેકટર એ આપી હતી.
આ ઉપરાંત પ્રાંત અધિકારી કક્ષાએ તેમજ મામલતદાર કક્ષાએ જિલ્લામા થયેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરવામા આવી હતી.
બેઠકમા કામગીરીના ફાળવાયેલા લક્ષ્યાંકો, કથા પૂર્ણ થયેલ લક્ષ્યાંકોની સમીક્ષા કરવામા આવી હતી. વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને પ્લોટની ફાળવણી, દબાણ હટાવ કામગીરી, રેવન્યૂ વસૂલાતની કામગીરી, વાજબી ભાવની દુકાનોની તપાસણી, ઈકેવાયસીની કામગીરી, મંત્રી, સંસદ સભ્ય તેમજ ધારાસભ્યઓની બાકી અરજીઓ, સ્વાગતમાં રજૂ થયેલા પ્રશ્નો, મધ્યાહન ભોજનની કામગીરી, મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના સહિતના મુદ્દે પ્રાંત અધિકારીઓ અને મામલતદારોની કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં નિવાસી અધિક કલેકટર આલોક ગૌતમ સહિત પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.