- લગ્નની સિઝનમાં લાખ રૂપિયા જેવી કમાણી થતી હતી તેની સરખામણીએ હવે મહિને માત્ર 20 થી 30 હજાર રૂપિયા જેવી જ કમાણી થાય છે
જામનગરમાં હાલ લગ્ન ગાળાની ધોમ સિઝન ચાલી રહી છે. પરંતુ હવે લગ્નનું પણ રૂપ બદલાયું છે. લગ્નમાં આધુનિકતાના આ યુગમાં ઢોલ અને બેન્ડ પાર્ટીનો ક્રેઝ ઘટ્યો છે અને તેના સામે ડીજેની માંગ વધતા ઢોલ સહિતના પરંપરાગત વાજિંત્ર વહેંચતા અને તેને રીપેરીંગ કરવાના 70 વર્ષ જૂના વેપારીઓના ધંધામાં પણ ફટકો પાડયો છે. લગ્ન ગાળા દરમિયાન ધંધો જે 100 ટકા ચાલતો હતો તેના સ્થાને માત્ર 20 થી 30 ટકા જ કમાણી
બચી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
જામનગરના ઐતિહાસિક ભુજીયાકોઠા નજીક પરંપરાગત વાજંત્રોની દુકાન આવેલી છે. 70 વર્ષથી જૂની આ દુકાનમાં ત્રીજી પેઢી એ વ્યવસાય સંભાળતા સંદીપભાઈ ચૌહાણ એ જણાવ્યું કે અમે સંગીતના તમામ સાધનો વેચાણ પણ કરીએ છીએ અને રીપેરીંગ પણ કરીએ છીએ. પરંતુ હાલની સ્થિતિ પરંપરાગત સાધનોની માંગ ઘટતી હોય તેવું લાગી રહ્યું છે.
લગ્ન ગાળામાં નવા ઢોલ અને બેન્ડ પાર્ટી માટેના ડ્રમની સારી એવી માંગી હતી. સાથે સાથે કેસિયા અને તેને કીબોર્ડની પણ માંગ રહેતી હતી પરંતુ અત્યારે ડીજે લગ્ન ગાળામાં ઢોલ અને બેન્ડ પાર્ટીનું સ્થાન લઈ લીધું હોવાથી આ પ્રકારના ધંધામાં મોટું નુકસાન આવી રહ્યું છે.
ગામડાઓમાં લગ્ન સિઝન દરમિયાન ઢોલ અને બેન્ડ પાર્ટીમા વપરાતા ડ્રમ પણ તોડી નાખવામાં આવતા હોય છે. જેને રીપેરીંગ કરવા માટે અમારે ત્યાં લાઈનો લાગતી હતી પરંતુ હવે આ ધંધામાં માત્ર 20 ટકા જ કમાણી રહી છે. અગાઉ લગ્નની સિઝનમાં લાખ રૂપિયા જેવી કમાણી થતી હતી તેની સરખામણીએ હવે મહિને માત્ર 20 થી 30 હજાર રૂપિયા જેવી જ કમાણી થાય છે.
અમારે ત્યાં 4000 થી લઈને 13000 સુધીની કિંમતના તબલા મળે છે. મીની આરતી 5500 રૂપિયામા વેંચી એ છીએ. જ્યારે મોટી આરતી 4000 રૂપિયાથી લઈને 18000 રૂપિયામા વેંચાઈ છે. વધુમાં સંગીતની પેટી હાર્મોનિયમ 9000 રૂપિયાથી લઇને લાખ રૂપિયા છે. અને ઢોલ 1500 થી 4000 રૂપિયામા વેંચાઈ છે.
જામનગરનો આ હાર્મોનિયમ આજે પણ વિદેશની ધરતી પર અનેક સુરીલા કલાકારો વગાડી ચૂક્યા છે અને હજુ પણ તે અસ્તિત્વ ધરાવે છે. એટલે જામનગરની આ વસ્તુ ખૂબ ટકાઉ હોવાનો ગ્રાહકો દાવો કરી રહ્યા છે.
ધંધામાં છેલ્લી ત્રણ પેઢીઓ જોડાયેલી છે: સંદીપ ચૌહાણ
જયંત વાજિંત્ર દુકાનના માલિક સંદીપભાઈ ચૌહાણ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારી દુકાન ઉપર સંગીતના તમામ જાતના સાધનોનું વેચાણ ની સાથે રીપેર પણ કરવામાં આવે છે પરંતુ હાલ લગ્નની સિઝનમાં ડીજેના ના કારણે થોડું મહત્વ ઘટ્યું છે
પરંતુ ભજન સંગીત માં હજુ પણ હાર્મોનિયમ તબલા શરણાઈ ક્યાક ને ક્યાંક ઉપયોગ થાયછે
અમારો ધંધો 70 વર્ષથી છે અમે આ ધંધામાં છેલ્લી ત્રણ પેઢીઓ જોડાયેલી છે ડીજેના ચલણને લીધે હાલ અમારા ધંધામાં થોડો માર પડ્યો છે નહીં તો લગ્નની સીઝનમાં ઢોલનું વેચાણ અને રીપેરીંગ બધું થતા લાખ દોઢ લાખની આવક થતી ત્યારે અત્યારે માત્ર 10 થી 15 હજારનો જ ધંધો ચાર મહિનાની અંદર થાય છે
20 વર્ષ પહેલા મેં અહીંથી ખરીદેલું હાર્મોનિયમ આજે પણ સંગીતના સુર પૂરે છે: અશ્ર્વિન ત્રિવેદી
અબતક સાથેની વાતચીતમાં જયંત વાજિંત્ર દુકાને આવેલા અશ્વિનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આમ તો હું યુગાન્ડાનો રહેવાસી છું હું મૂળ જામનગર નો છું જામનગર આવું ત્યારે આ દુકાનની અચૂક મુલાકાત લવ છું 20 વર્ષ પહેલા હું અહીંથી એક હાર્મોનિયમ ની ખરીદી કરી ગયો હતો જે યુગાન્ડામાં જ્યારે પણ કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય ત્યારે તેમનો ઉપયોગ કરીએ છીએ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈપણ સંત આવે તે પણ આ હાર્મોનિયમનો ઉપયોગ કરે છે આજે પણ હું જામનગર આવ્યો છું ત્યારે આ લોકોને દુકાન પર થી ખરીદી કરવા માટે જ આવ્યો છું આ લોકો કોઈ