અમદાવાદથી ફ્લાઇટમાં ટ્રાવેલ કરતા મુસાફરો માટે સારા સમાચાર સામે આવ્યા છે, કારણ કે હવે અમદાવાદથી સીધી કોચીન, ત્રિવેન્દ્રમ, કોલકત્તા અને ગુવાહાટી જવા માટે સીધી ફ્લાઈટ મળી જશે. ત્યારે આજથી ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સીધી ફ્લાઈટ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે હવે તમારે મુંબઈ જવાની જરૂર નથી. તેમજ અમદાવાદથી સીધી કોલકતા અને ગુવાહાટી માટે ફ્લાઇટ શરૂ થઈ ચૂકી છે. આ ઉપરાંત અમદાવાદથી કોલકતા જવા માટે એક ફ્લાઈટ કાર્યરત હતી. હવે સાંજના સમયે પણ બીજી ફ્લાઈટ શરૂ કરી દેવામાં આવી છે. તો ચાલો જાણો ફ્લાઈટના ટાઈમ ટેબલ અને અન્ય મહત્વપૂર્ણ માહિતી વિશે….
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આપ ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. તેમજ ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા વધુ 4 નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. તેથી ગુજરાતમાં રહેતા નાગરિકો જેવો ફ્લાઇટમાં ટ્રાવેલ કરવા કોલકતા તરફ જવાય છે અથવા કોલકતા અને ગુવાહાટી મુસાફરી કરી રહ્યા છે તેમના માટે સારા સમાચાર છે.
આ ઉપરાંત અમદાવાદ ત્રિવેન્દ્રમ અને કોચીન અમદાવાદ ગોવાહાટી અને અમદાવાદ કોલકાતાથી સીધી ફ્લાઈટનું પ્રારંભ થઈ ચૂક્યો છે. તેમજ ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા હાલમાં જ મહત્વની જાહેરાત કરવામાં આવી છે અને સમયપત્ર પણ બહાર પાડવામાં આવ્યું છે.
અમદાવાદથી કોલકાતા સીધી ફ્લાઈટનું ટાઈમ ટેબલ
અમદાવાદથી દર સોમવારે, બુધવાર,શુક્રવાર અને શનિવારે અમદાવાદથી ત્રિવેન્દ્રમની ફ્લાઈટ અઠવાડિયામાં 4 વખત ઉડાન પર છે.
4:25 કલાકે અમદાવાદથી ઉપડશે અને સાંજે 7:05 કલાકે ત્રિવેન્દ્રમ પહોંચશે.
ત્રિવેન્દ્રમથી આ ફ્લાઈટ સાંજે 7:35 કલાકે ઉડાન પડશે અને અમદાવાદ રાત્રે 9:55 કલાકે પહોંચશે.
આ ટાઈમ ટેબલ હાલમાં જ બહાર પાડવામાં આવ્યો છે. તેમજ અમદાવાદથી કોચીન ફ્લાઇટ અઠવાડિયામાં મંગળવાર, ગુરુવાર અને શનિવારે એમ 3 દિવસ ચાલશે. આ ઉપરાંત તેમના પણ ટાઈમ ટેબલ બહાર પાડવામાં આવ્યા છે.
કોચીનથી અમદાવાદ આવવા માટે તે જ દિવસે સાંજે 7:15 કલાકે કોચીનથી ઉડાન કરશે અને રાત્રે 9:50 કલાકે આ ફ્લાઈટ અમદાવાદ પહોંચશે. આ દરમિયાન સીધી ફ્લાઈટ શરૂ થતા ગુજરાતથી કોલકતા તરફ મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. તેમજ આ ટાઈમ પર ફ્લાઈટ ઉપડ્શે.