ડાંગ જિલ્લાના આહવા ખાતે જિલ્લા કક્ષાનો 48 મું ‘બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન’ યોજાયું બાળ વૈજ્ઞાનિકોમાં રહેલ સુષુપ્ત શક્તિઓ, કૌશલ્યો અને સંશોધન વૃતિને પ્રોત્સાહિત કરવા ‘બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન’ નું આયોજન કરાયું હતું. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરીષદ, ગાંધીનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઇ, જિલ્લા પંચાયત શિક્ષમ સમિતિ, આહવા. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને સરકારી માધ્યમિક અને ઉચ્ચ્ત્તર માધ્યમિક શાળા આહવાના સંયુક્ત ઉપક્રમે આહવા ખાતે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મળા ગાઇનના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો 48 મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
જે તારીખ 9 થી 11 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. ભારત દેશ આજે ટેક્નોલોજી ક્ષેત્રે દુનિયામાં નામ રોશન કરી રહ્યો છે. સ્વદેશી ડિઝાઇન ધરાવતું તેજસ જેટ ફાઇટર વિમાન જે ભારતમાં જ તૈયાર થયેલ છે. ત્યારે ભવિષ્યમાં દેશના ભાવી વૈજ્ઞાનિકો બનાવવા માટે બાળ વિજ્ઞાન મેળાઓ બાળકોને ખુબ જ ઉપયોગી સાબીત થશે તેમ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળા ગાઈને આ પ્રંસગે જણાવ્યું હતું. જિલ્લાના બાળ વૈજ્ઞાનિકોમાં રહેલ સુષુપ્ત શક્તિઓ, કૌશલ્યો અને સંશોધન વૃતિને પ્રોત્સાહિત કરવા માટે આહવા ખાતે જિલ્લા કક્ષાનો ‘બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન’ નું મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ પણ નિર્મળા ગાઇને વધુમાં જણાવ્યું હતું.
ભવિષ્યમાં સારા વૈજ્ઞાનિકો બનાવવા માટે શાળા કક્ષાએ થી જ બાળકોને વૈજ્ઞાનિકને તાલીમ મળી રહે તે માટે આ કાર્યક્રમો ખુબ જ જરૂરી છે તેમ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષા બીબી ચૌધરીએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષા નિલમ ચૌધરી, ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી સુનિલ બાગુલ, પ્રાથમિક શિક્ષણ અધિકારી વી.ડી.દેશમુખ, પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઇ બી.એમ.રાઉત, સરકારી માધ્યમિક શાળાના આચાર્ય અમરસિંહ ગાંગુર્ડા, આહવા, વઘઈ અને સુબીરના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ, શિક્ષક સંઘના પ્રમુખઓ, મહામંત્રીઓ, સહ કન્વીનરઓ, તેમજ શિક્ષકો અને બાળ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતાં.