- નીતિ આયોગ દ્વારા સૂચિત ગ્રોથ હબ મોડેલને પ્રદેશ પ્રમાણે ક્રમશ: વિસ્તૃત કરવાની ઈન્સ્ટીટ્યુશનલાઈઝ્ડ વ્યવસ્થા માટે ગ્રીટ મદદરૂપ થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન ગીટની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠક ગાંધીનગરમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં ગીટની વિસ્તૃત કાર્યક્ષેત્ર અને અનુષાંગિક વ્યવસ્થાઓ અંગે વિચાર-પરામર્શ હાથ ધરાયો હતો. ગીટના નવનિયુક્ત સીઈઓ એસ. અપર્ણાએ આ બેઠકમાં ગીટની અત્યાર સુધીની પ્રારંભિક કાર્યવાહિની વિઝનોનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યુ હતું.
ગીટ રાજ્ય સરકારની થિંક ટેન્ક અને ઈનોવેશન હબ તરીકે કાર્ય કરવા સથો-સાથ રાજ્ય સરકારે નિમેલી ટાસ્ક ફોર્સ કમિટીની ભલામણોના અમલ માટે વિવિધ વિભાગો સાથે સંકલન અને પરામર્શમાં રહિને કાર્યયોજના ધડે એ સંદર્ભમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા આ બેઠકમાં કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગવર્નિંગ બોડીની આ પ્રથમ બેઠકના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતાં રાજ્ય અને કેન્દ્ર સરકારની જનહિતકારી યોજનાઓની સોશિયલ ઈમ્પેક્ટ, ફાયદઓ વગેરે ડેટા એનાલીસીસથી ગીટ કરે તેવું સૂચન કર્યુ હતું.
આ બેઠકમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ, ઊદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમજ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર પણ સહભાગી થયા હતાં.
આ બેઠકની વિશદ ચર્ચા પરામર્શમાં જણાવવામાં આવ્યું કે, નિતી આયોગ દ્વારા સુચિત ગ્રોથ હબ મોડેલ સુરત રિઝીયન માટે લાગુ કરવામાં આવ્યું છે તેમ હવે તેને ક્રમશ: રાજ્યના અન્ય રિઝીયનમાં વિસ્તૃત કરવા માટેની ઈન્સ્ટીટ્યુશનલાઈઝડ વ્યવસ્થામાં ગીટ મદદરૂપ થાય.
આ બેઠક દરમિયાન આઈઆઈએમ અમદાવાદ અને ગીટ વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા હતાં.
રાજ્ય સરકારના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ-યોજનાઓમાં આઈઆઈએમ અમદાવાદના જ્ઞાન કૌશલ્યની તજજ્ઞના અને નેટવર્કનો લાભ મેળવવાનો આ એમઓયુનો ઉદેશ્ય છે.
ગીટના સીઈઓ ક એસ. અપર્ણા અને આઈઆઈએમ અમદાવાદના ડાયરેક્ટર ભરત ભાસ્કરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓ તથા આઈઆઈએમ અમદાવાદના ચેરમેન પંકજ પટેલની ઉપસ્થિતીમાં આ એમઓયુ પર હસ્તાક્સર કર્યા હતાં.
મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સલાહકાર ડો. હસમુખ અઢિયા, મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવઓ પંકજ જોષી અને એમ. કે. દાસ, નાણાં વિભાગના અગ્ર સચિવ ટી. નટરાજન તથા મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ વગેરે આ બેઠકની ચર્ચાઓમાં જોડાયા હતા.