- નંદિઘરના નિભાવ ખર્ચ તેમજ આવાસ યોજનાની વિગતો ન અપાતા કરાયો વિરોધ
- વિગાય માટે અનેક વખત રજૂઆત કરાઈ હોવાના આક્ષેપો
- પાલિકાના પટાંગણમાં સદબુદ્ધિ હવન યોજાઈ
- 6 મહિનાથી રજૂઆત કરવા છતાં વિગતો ન આપ્યા હોવાના આક્ષેપો
મોરબી નગર પાલિકા હાલ વહીવટ દાર શાસન છે. ઝૂલતા પુલ દુર્ઘટના બાદ ભાજપ શાસિત નગરપાલિકાને સુપરસિડ જાહેર કરવામાં આવી હતી. ત્યારે પાલિકાના ભાજપ શાસન દરમિયાન થયેલા 45 ડી કલમ હેઠળના કામ, નંદિઘરના નિભાવ ખર્ચ સહિતની વિગતો,આવાસ યોજનાની વિગતો આપવા માટે મોરબી કોંગ્રેસ દ્વારા અનેક વખત રજૂઆત કરાઈ છે, તેમ છતાં વિગતો ન મળી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા રેલી યોજી પાલિકા કચેરી ખાતે સદબુદ્ધિ હવન યોજી અનોખું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, મોરબી નગર પાલિકા હાલ વહીવટ દાર શાસન છે ઝૂલતા પુલ દુર્ઘટના બાદ ભાજપ શાસિત નગરપાલિકા ને સુપરસિડ જાહેર કરવામાં આવી હતી ત્યારે પાલિકાના ભાજપ શાસન દરમિયાન થયેલા 45 D હેઠળના કામ, નંદિઘર, આવાસ યોજનાની વિગતો માટે મોરબી કોંગ્રેસ દ્વારા અનેક વખત માંગ કરવામાં આવી છે. છતાં પણ વિગતો કોંગ્રેસને ન આપતા કોંગ્રેસ દ્વારા રેલી યોજી પાલિકા કચેરી ખાતે સદ્બુદ્ધિ હવન યોજી અનોખું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના સમયે નગરપાલિકાના 52 સભ્યો ભાજપના હતા અને સંપૂર્ણ ભાજપનું શાસન હતું પરંતુ ઝૂલતા પુલ દુર્ઘટના બાદ પાલિકાને સુપર સિડ કહેર કરવામાં આવી હતી અને બોડીનું વિસર્જન કરવામાં આવ્યું હતું કે બાદ થી આજ સુધી મોરબી નગરપાલિકામાં વહીવટદાર શાસન ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ભાજપના શાસન કાળ દરમિયાન થયેલ 45 ડી હેઠળ ના વિકાસના કામો નો ખર્ચ અને વિગતો, ગૌવંશને રાખવા માટે બનાવાયેલ પાલિકા સંચાલિત નંદિઘર ના નિભાવ ખર્ચ સહિતની વિગતો અને આવાસ યોજના ના ખર્ચ સહિતની વિગતો છેલ્લા પાંચ મહિનાથી માંગવામાં આવી રહી છે છતાં પણ પાલિકાના અધિકારીઓ દ્વારા આ વિગતો કોંગ્રેસને આપવામાં આવી રહી નથી જેથી ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર ને ઢાંકવા માટે વિગતો ન આપવામાં આવી રહી હોય તેવા આક્ષેપ સાથે મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા રેલી યોજી નગરપાલિકા ખાતે સદબુદ્ધિ હવન યોજવામાં આવ્યો હતો અને વિગતો ન આપવાના વલણ અંગે અનોખો વિરોધ વ્યકત કર્યો હતો.
અહેવાલ: ઋષિ મહેતા