- ભવિષ્યમાં કોઈ કાયદાકીય પ્રશ્ન ન ઉદ્ભવે તે માટે યાદી જાહેર કરાઈ
- 30 દિવસમાં વેરો નહિ ભરાઈ તો મિલકત જપ્ત કરી હરરાજી કરાશે
- 1 લાખથી વધુનો વેરો બાકી હોય તેને નોટીસ ફટકારાઈ
- નોટીસ બાદ હરરાજી કરાશે
- હાલ સુધીમાં 10 કરોડના વેરાની થઇ વસુલાત
મોરબી નગરપાલિકાએ મિલકતોના વેરા ન ભરનાર 18 જેટલા ડિફોલ્ટર મિલકત-માલીકોની યાદી જાહેર કરી છે, જેમાં અનેકો વાર નોટિસો આપવા છતાં મિલકતના બાકી વેરા ન ભરનાર સામે આકરા પગલાં લેવામાં આવ્યા છે. નગરપાલિકા અધિનિયમની કલમ મુજબ મિલકત જપ્તી માટે ભવિષ્યમાં કોઈ કાયદાકીય પ્રશ્ન ન ઉદ્ભવે તે માટે આ બાકી વેરાવાળી મિલકત અને મિલકતના માલીકોની યાદી જાહેર કરવામાં આવી છે. તેમજચીફ ઓફિસરે જણાવ્યું હતું કે આગામી 30 દિવસમાં જો વેરો નહિ ભરવામાં આવે તો લીસ્ટ મુજબના તમામ લોકોની મિલકત જપ્ત કરી હરરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ અંગે મળતી માહિતી અનુસાર, મોરબી નગરપાલિકાએ મિલકતોના વેરા ન ભરનાર 18 જેટલા ડિફોલ્ટર મિલકત-માલીકોની યાદી જાહેર કરી છે, જેમાં અનેકો વાર નોટિસો આપવા છતાં મિલકતના બાકી વેરા ન ભરનાર સામે આકરા પગલાં લેવામાં આવ્યા છે. નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 133(1) મુજબ મિલકત જપ્તી માટે ભવિષ્યમાં કોઈ કાયદાકીય પ્રશ્ન ન ઉદ્ભવે તે માટે આ બાકી વેરાવાળી મિલકત અને મિલકતના માલીકોની યાદી જાહેર કરવામાં આવી છે અને આગામી 30 દિવસમાં જો વેરો નહિ ભરવામાં આવે તો લીસ્ટ મુજબના તમામ આસમીઓની મિલકત જપ્ત કરી હરરાજી ની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે.
મોરબી નગરપાલિકાના બાકી વેરાઓ જેવા કે હાઉસટેક્સ, શિક્ષણ ઉપકર, સફાઈવેરો, દીવાબતી કર, પાણીવેરો, ડ્રેનેજ વેરો, વ્યાજ તથા નોટીસ ફી સહિતની બાકી રોકાતી રકમ વસુલ કરવા માટે માંગણા બિલો તથા માંગણા નોટીસો બજવણી કરવા છતા ટેકસની બાકી રહેતી રકમો ભરપાઈ કરવામાં આવેલ નથી, જેથી ગુજરાત મ્યુનિસીપાલિટી એકટ 1963ની કલમ 133(1) અન્વયે આ સાથેના 18 મિલકતોની યાદી મુજબની મિલકતો પર જપ્તી/ટાંચમાં તથા આ બાબતે ભવિષ્યમાં કોઈ કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે મિલકતો સહિત મિલકત-માલિકોની યાદી જાહેર કરવામાં આવી છે.
મોરબી નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર દોશી હિમાચંદ હરજીવન મોરબી કોટન મર્ચન્ટ ઇન્ડસ્ટરીયલ કોર્પોરેશન લિ. મોરબી ગર્લ્સ હાઈસ્કૂલ પાછળ બાકી વેરો રૂ.77.77 લાખ, લાબેલ લેમીનેશન શોભેશ્વર રોડ સો ઓરડી બાકી વેરો રૂ.41.62 લાખ, લાબેલ નેમિલેશન શોભેશ્વર રોડ સો ઓરડી બાકી વેરો રૂ.17.53 લાખ, રમણીકલાલ ઉમીયાશંકર મોરબી ગૌશાળા રોડ બાકી વેરો રૂ.26.76 લાખ, મહેશ્વરી મજુલા ખિમજી લાતી પ્લોટ 1/3 બાકી વેરો 13 લાખ, એમ.એસ. દોશી એન્ડ સન્સ દોશી ટાવર સાવસર પ્લોટ બાકી વેરો રૂ.9.62 લાખ, કિશોરચંદ્ર મોહનલાલના વારસ ધર્મેશ મહેતા લખધીરપરા શોભેશ્વર રોડ સામાકાંઠે બાકી વેરો રૂ.9.32 લાખ, બારૈયા જાદવજી મોરબી સુપર માર્કેટ-3 બાકી વેરો 9.02 લાખ, ભોરણીયા જયંતિલાલ નારણભાઇ પ્લોટ નં.7 પૈકી શ્રીહરિ પાઉડર કોન્ટિંગની બાજુમાં બાકી વેરો રૂ.8.07 લાખ, ડોસાણી અમીન અબ્દુલરજાક અન્ય-2 ધરતી ટાવર સરદાર રોડ બાકી વેરો રૂ. 6.73 લાખ, લૂહાર ભુદર ભાઇ પૂંજા ભાઇ લાતી પ્લોટ મેઈન રોડ બાકી વેરો 6.69 લાખ, પંડયા દિનેશ જયંતિલાલ અન્ય-4 વજેપર સર્વે નં.1402 પૈકીની જમીન બાકી વેરો રૂ. 6.57 લાખ, હિન્દુસ્તાન ટાઇલ્સ વર્કના ભાગીદાર ગૌશાળા રોડ બાકી વેરો રૂ.6.50 લાખ, ભાગ્યલક્ષ્મી મોઝેક ટાઈલ્સ મુનનગર બાકી વેરો 6 લાખ, કોટક જે ટી શનાળા રોડ પેટ્રોલ પંપવાળી શેરી બાકી વેરો રૂ. 5.72 લાખ, મેરજા નિલેશ બાબુલાલ,મોરજા નિલેશ બાબુલાલ ગૌતમ સોસાયટી રવાપર રોડ બાકી વેરો રૂ. 5.72 લાખ, પટેલ ડાયા લક્ષ્મણ, મોરબી પ્લાઝા રાજકોટના ભાગીદરો વતી TF માં હોલ નં.2 મોરબી પ્લાઝા શોપિંગ સેન્ટર જયહિંદ સીનેમાવાળી જગ્યા બાકી વેરો રૂ.5.62 લાખ, હરિકૃષ્ણ મોઝેક ટાઈલ્સ પ્રોપ પટેલ બાબુલાલ માવજી પ્લોટ નં. 25 લાતી પ્લોટ બાકી વેરો 5.56 લાખના યાદીમાં સામેલ કરી જાહેર કરવામાં આવ્યા છે.