- વટવા GIDCમાં ભીષણ આગ
- ફેકટરીમાં સોલવન્ટ કેમિકલના કારણે આગ વધુ ફેલાઈ
- ફાયરની 13 ગાડીઓ ઘટના સ્થળે પહોચી
Ahmedabad : વટવા GIDC ફેઝ 1માં આવેલી અલકેશ એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ દરમિયાન ફેક્ટરીમાં સોલવન્ટ નામનું કેમિકલ હોવાના કારણે આગ વધુ ફેલાઈ છે. આગ લાગવાને કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત 13 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કરાયો છે.
વિકરાળ આગને કારણે ફાયર દ્વારા બ્રિગેડ કોલ કરાયો જાહેર
ફાયરબ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કરી 13 જેટલી ગાડીઓ આગને કાબુમાં લેવાના પ્રયત્ન શરૂ કર્યા છે. તેમજ કંપનીઓમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે, દૂરથી આકાશમાં આગની જ્વાળાઓ દેખાઇ રહી હતી. આગને કારણે કેમિકલના જથ્થામાં થયેલા ધડાકા ઇસનપુર સુધી સંભળાયા હતાં. આ દરમિયાન આગને કારણે લોકોના ટોળા ઉમટ્યા હતાં.
આ દરમિયાન મહત્વનું છે કે, ઘટનાની જાણ થતાં વટવા GIDC પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ફેકટરીમાં સોલવન્ટ કેમિકલના કારણે પદાર્થમાં બ્લાસ્ટ થયો અને આગ વધુ ફેલાઈ હતી. જો કે હાલ આ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી તો બીજી તરફ આગમાં કોઈને ઇજાગ્રસ્ત થયા છે કે નહીં તેની પણ હજી કોઈ માહિતી મળી નથી.