- ગઢડા તાલુકામાં દુષ્કર્મની ઘટના બની હતી
- દુષ્કર્મ ગુજારનાર કૌટુંબિક ભાઈની પોલીસે કરી ધરપકડ
- નરાધમી ભાઈને કડકમાં કડક સજા કરવા માટે માંગ કરાઈ
Botad : ગઢડા તાલુકાના એક ગામની સગીરાને તેના કૌટુંબિક ભાઈએ ધમકી આપી તેના ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. તેમજ સગીરાના પિતાએ ગઢડા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જેથી ગઢડા પોલીસે ગણતરીના કલાકોમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈની ધરપકડ કરી હતી. આ દરમિયાન પોલીસે સગીરાને મેડિકલ કરાવતા સગીરાને 2 માસનો ગર્ભ હોવાનું મેડિકલ રીપોર્ટમાં સામે આવ્યું છે.
અનુસાર માહિતી મુજબ, બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના એક ગામે આશરે 13 વર્ષ નવ માસની સગીરાને 4 ડિસેમ્બરના રોજ એકાએક પેટમાં દુખાવો શરૂ થતાં તેના માતા પિતા સગીરાને હોસ્પિટલ લઈ ગયાં, જ્યાં સગીરાનું મેડિકલ કરાવતા સગીરાને 2 માસનો ગર્ભ હોવાનું મેડિકલ રીપોર્ટમા સામે આવ્યું હતું. જેથી ફરજ પરના ડોક્ટરે સગીરાના માતાપિતાને જાણ કરી હતી.
હોસ્પિટલે તપાસ કરાવતા સામે આવી સમગ્ર હકીકત
નોંધનીય છે કે, સગીરાને પેટમાં દુ:ખાવો ઉપડતા હોસ્પિટલે તપાસ કરાવવા માટે લઈ જવામાં આવી હતી. તેમજ અહીં તપાસ કરાવતા શરીર સંબંધ થયો હોવાનું સામે આવ્યું હતું. તેથી સગીરાને તેના માતા-પિતાએ પુછપરછ કરતા તેના કૌટુંબિક ભાઈએ તેની સાથે દુષ્કર્મ કર્યુ હોવાનુ સગીરાએ જણાવ્યું હતું. તેમજ સગીરાએ જણાવ્યું હતું કે, 3 મહિના પહેલા પ્રદિપે તેને ધમકી આપી ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હતું.
ગણતરીના કલાકમાં દુષ્કર્મ ગુજારનાર આરોપીની ધરપકડ
આ સમગ્ર દુષ્કર્મની ઘટના મામલે સગીરાના પિતાએ ગઢડા પોલીસમાં દુષ્કર્મ આચરનાર સામે વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. આ દરમિયાન તેનો પોલીસે ગુનો નોંધીને ગણતરીના કલાકમાં દુષ્કર્મ ગુજારનાર આરોપીની ધરપકડ કરી લીધી હતી. તેમજ આ મામલે પોલીસે વધારે કાર્યવાહી પણ હાથ ધરી છે. આ દરમિયાન એક કૌટુંબિક ભાઈ પણ પોતાની બહેન સાથે આવું કરી શકે છે, તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. જોકે, આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે. આ સાથે જ આવા દુષ્કર્મીઓને કડકમાં કડક સજા પણ થવી જોઈએ. ત્યારે અત્યારે પોલીસે નરાધમી ભાઈની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી દીધી છે.
આ ઉપરાંત પોલીસે દુષ્કર્મ આચરનાર સગીરાના કૌટુંબિક ભાઈને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને શોધ ખોળ શરૂ કરી હતી અને અંતે ગઢડા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી અને વધુ તપાસ અર્થે કોર્ટમાં રજુ કરીને રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.