- ભરૂચનાં અંકલેશ્વર નજીક ખાનગી અને ST બસ વચ્ચે અકસ્માત
- આમલાખાડી બ્રિજ પર 2 બસ વચ્ચે અકસ્માત થયો
- અકસ્માતમાં ખાનગી બસ પલટી મારી, 15 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત
Bharuch: અંકલેશ્વર નજીક NH 48 આમલાખાડી બ્રિજ પર સરકારી બસ અને ખાનગી બસ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ દરમિયાન ખાનગી બસ પલટી મારતાં મુસાફરો બસમાં ફસાયા હતા, જ્યારે સરકારી બસ રોડની સાઇડમાં ખાડામાં પડતાં બચી ગઈ હતી. તેમજ આ અકસ્માતમાં 15 થી વધુ મુસાફરોને નાની-મોટી ઇજાઓ થતાં નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમજ અકસ્માતને પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
આમલાખાડી બ્રિજ પર ખાનગી બસ અને ST બસ વચ્ચે અકસ્માત
ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર તાલુકા નજીક આવેલા નેશનલ હાઇવે 48 પરનાં આમલાખાડી બ્રિજ પર ખાનગી બસ અને ST બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેમજ આ અકસ્માતને પગલે બસમાં બેઠેલા મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો હતો. ખાનગી બસ પલટી મારીને રોડ નજીકના ખાડામાં ખાબકી ગઈ હતી. જ્યારે ST બસ રોડ ખાડામાં પડતા બચી હતી. આ દરમિયાન અકસ્માતને પગલે સ્થાનિક લોકોની ભીડ એકત્ર થઈ હતી અને લોકોએ મુસાફરોને બસમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. આ દરમિયાન ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સમાં નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતમાં 15 થી વધુ મુસાફરોને નાની-મોટી ઇજાઓ
મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં 15 થી વધુ મુસાફરોને નાની-મોટી ઇજાઓ થઈ હતી. આ દરમિયાન સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી. તેમજ અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન સ્થાનિક પોલીસે ટ્રાફિક હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી અને અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.