- હત્યાની ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો
- હત્યાનું કારણ તેમજ આરોપીની ભાળ મેળવવા અલગ અલગ ટીમો કામે લાગી
હાલાર પંથકમાં હત્યા, હુમલો, મારા-મારી સહિતના ગુનામાં નોંધપાત્ર ઉછાળો ચિંતાજનક બાબત છે. આ સ્થિતી વચ્ચે જામનગર જિલ્લાના નાની ખાવડી ગામની સીમ વિસ્તારમાંથી યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા હાહાકાર મચી ગયો છે. ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. હાલ હત્યાંના વારદાતને અંજામ આપી નાસી છૂટેલા આરોપીઓ સુધી પહોંચવા પોલીસે તપાસ તેજ બનાવી છે.
સમગ્ર જામનગર જિલ્લામાં સનસનાટી મચાવતી આ ઘટનાની પ્રાથમિક વિગત એવી છે કે જામનગરના નાની ખાવડી નજીક આવેલ સીમ વિસ્તારમાં રાજપૂત યુવાનની હત્યા નીપજાવવામાં આવી છે.
આરોપીઓએ બે રહેમીપૂર્વક તિક્ષણ હથિયાર વડે બળભદ્રસિંહ વનરાજસિંહ જાડેજા નામના યુવાનનું ગળું કાપી નાખ્યું છે. લોહિયાળ હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલે સ્થાનિકો દ્વારા પોલીસની જાણ કરવાની સાથે જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો.મૃતક યુવક ગઈકાલ રાત્રીથી તેમના ઘરેથી બહાર જતો રહ્યો હતો. જેની આજે લાશ મળી આવી છે.
પોલીસે ઘટનાસ્થળે ઘટના સ્થળે નિવેદનો લીધા બાદ પંચનામું કરી અને બનાવ મામલે હોસ્પિટલે દોડી ગયો હતો. જ્યાં યુવાનના મૃતદેહને પોસ્ટ ર્મોટમ કરાવવા સહિતની કવાયત હાથ ધરી છે. કયા કારણસર યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે તે મામલે હજુ કોઈ સત્તાવાર કડી સામે આવી નથી પરંતુ પોલીસ તપાસમાં આગામી સમયમાં હત્યાનું કારણ સામે આવી શકે છે.
પોલીસે તાત્કાલિક એક શખ્સને સકંજામાં લીધાના અહેવાલ
બનાવની જાણ થતા જ પીઆઇ પી.ટી. જયસ્વાલ અને સ્ટાફ તુરંત જ ઘટનાસ્થળે દોડી ગયો હતો.પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે જી.જી. હોસ્પીટલમાં ખસેડયો હતો.જે દરમિયાન પોલીસને મૃતક યુવાનની ઓળખ મળી હતી જેમાં મૃતક બલભદ્રસિંહ વનરાજસિંહ જાડેજા (ઉ.વ. ર1) હોવાનુ જાહેર થયુ હતુ. નાની ખાવડી ગામે રહેતો મૃતક યુવક ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનુ તેમજ મુળ અડવાણ પંથકનો વતની હોવાનુ જાણવા મળ્યુ હતુ. મૃતક યુવાનને ગળાના ભાગે જોરદાર પ્રહાર કરતા લોહીથી લથબથ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવ મામલે મૃતકના પિતાની ફરીયાદ પરથી પોલીસે એક શખ્સને સકંજામાં લીધાનું જાણવા મળ્યું છે.