- અવરલોડ પેસેન્જર લઈ જતી રિક્ષા અને આડેધડ પાર્કિંગ કરનારાને ફટકાર્યા દંડ
- CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે
સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અવરલોડ પેસેન્જર લઈ જતી રિક્ષાઓ અને આડેધડ પાર્કિંગ કરતા રીક્ષાચાલકો સામે પોલીસે લાલ આંખ કરી દંડ ફટકાર્યા છે. 89 વાહનચાલકોને દંડ આપી ફરી વખત આડેધડ પાર્કિંગ ન કરવા અને વધુ પડતા પેસેન્જર ના બેસાડવાની સુચનાઓ આપવામાં આવી છે. આ સાથે સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે એક કડક કાર્યવાહી કરવામાં આવી છે. અવરલોડ પેસેન્જર લઈ જતી રિક્ષાઓ અને આડેધડ પાર્કિંગ કરતા રીક્ષાચાલકો સામે પોલીસે લાલ આંખ કરી દંડ ફટકાર્યા છે. 89 વાહનચાલકોને દંડ આપી ફરી વખત આડેધડ પાર્કિંગ ન કરવા અને વધુ પડતા પેસેન્જર ના બેસાડવાની સુચના આપવામાં આવી છે.
આ અંગે ટ્રાફિક શાખાના એસીપી સુશીલ ટંડેલે જણાવ્યું હતું કે , સુરત શહેરમાં ટ્રાફિક વિભાગ તરફથી જે વધુ પેસેન્જર તરીકે જે વાહન ચાલકો અથવા તો રિક્ષાચાલકો પેસેન્જરન લઈ જતા હોય છે એવા રીક્ષા ચાલકો વિરુદ્ધ ટોટલ 21 કેસ કરવામાં આવેલા છે તેમજ જ્યાં ચાર રસ્તા હોય , સિગ્નલ પર જામ કરતાં હોય એને એવી જગ્યાએ પાર્કિંગ કરી દેતા હોય છે. અવારનવાર સુચના આપવા છતાં પણ તેઓ પાલન કરતા નથી એવા રીક્ષા ચાલક વિરુદ્ધ 89 કેસો કરવામાં આવ્યા છે.
આ સાથે CCTV કેમેરાથી પણ નજર રાખવામાં આવે છે જ્યાં ચક્કાજામ થતું હોય ત્યાં ખોટી રીતે રીક્ષા પાર્કિંગ કરતા હોય તેવા રીક્ષાચાલકો ઉપર નજર રાખવામાં આવી છે. આ સાથે નો પાર્કિંગમાં રીક્ષા પાર્ક કરતા હોય અને પીકઅવર્સમાં રીક્ષાઓ ઉભી રાખી ટ્રાફિક કરતા હોય તેવા રીક્ષાચાલકોને ઈ – ચલણ પણ આપવામાં આવ્યું છે. રીક્ષા ચાલકોને નિયમો પ્રમાણે, રીક્ષા ચલાવવા માટે અવારનવાર સુચના આપવામાં આવી છે પણ જે રીક્ષા ચાલકો નિયમોનું પાલન કરતા નથી તેમના વિરુદ્ધ હવે કાર્યવાહી શરુ કરવામાં આવી છે.