- જૂનાગઢ – વેરાવળ હાઇવે મરણચિસોથી કંપી ઉઠ્યો
- ભંડુરી ગામ પાસે સર્જાયેલ અકસ્માતને પગલે પોલીસ, એમ્બયુલન્સ, ફાયર બ્રિગેડની ટીમો દોડી ગઈ
રાજ્યમાં સતત રોડ અકસ્માતોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે આજે વહેલી સવારે મળી રહેલી માહિતી અનુસાર જૂનાગઢ-વેરાવળ હાઇવે પર માળિયા હાટીના નજીક ભંડુરી ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 7 લોકોના મોત નિપજ્યા છે. અકસ્માત સર્જાતા પોલીસ અને એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. મૃતકોમાં પાંચ જેટલાં આશાસ્પદ વિદ્યાર્થીઓ હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે.
ગોઝારા અકસ્માત અંગે મળતી માહિતી મુજબ જૂનાગઢ-વેરાવળ હાઇવે પર માળિયા હાટીનાના ભંડુરી ગામ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં પાંચ વિદ્યાર્થીઓ સહિત સાત લોકોના મોત થયા હોવાનું સૂત્રોના હવાલેથી જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઇ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત એટલો ભયંકર હતો કે કાર સળગી ગઇ હતી અને કારમાં રહેલ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. જેના લીધે બાજુમાં રહેલા ઝૂંપડામાં પણ આગ લાગી હતી. અકસ્માતની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને બચાવ કામગીરી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ 2 કાર સામ સામે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં 7ના મોત થયા છે જેમાંથી 5 વિદ્યાર્થીઓ હતા. જે શાળાએ પરીક્ષા આપવા જઈ રહ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતા જ માળિયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.અકસ્માતમાં મૃત્યુ પામનાર તમામના મૃતદેહ તમામ માળિયા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના વહેલી સવારે બની હતી જેને લઈને સમગ્ર વિસ્તામાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માત એટલો ભંયકર હતો કે જેમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. તેમજ અંદર બેઠેલા વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા.
ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં નજીકના ઝુંપડાઓમાં આગ ભભુકી
પ્રાપ્ત માહિતી અનુસાર બે કાર વચ્ચે થયેલી ટક્કર એટલી ગંભીર હતી કે, એક કારની ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના પગલે કાર આખેઆખી ભસ્મિભૂત થઇ જતાં અંદર બેસેલા વિદ્યાર્થીઓ પણ દાઝી ગયાં હતા જયારે બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે નજીકમાં રહેલા ઝુંપડાઓમાં પણ આગ લાગી ગઈ હતી. જેના પગલે ફાયર બ્રિગેડનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવવા જહેમત હાથ ધરવામાં આવી હતી.
આશાસ્પદ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જતાં’તા ત્યારે કાળનો ભેંટો
ઘટનામાં પ્રાપ્ત વિગત મુજબ આજે વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં સાત લોકોના મોતના અહેવાલ પ્રાપ્ત થયાં છે. મૃતકોમાં પાંચેક વિદ્યાર્થીઓ પણ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે બે કાર વચ્ચે ટક્કર થઇ હતી અને ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. જો કે, હજુ સુધી મૃતકોની ઓળખ સામે આવી નથી.
મૃતદેહો માળીયા હાટીના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા
ઘટનાની જાણ થતા જ માળિયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.અકસ્માતમાં મૃત્યુ પામનાર તમામના મૃતદેહ તમામ માળિયા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના વહેલી સવારે બની હતી જેને લઈને સમગ્ર વિસ્તામાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માત એટલો ભંયકર હતો કે જેમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. તેમજ અંદર બેઠેલા વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા.