સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે કરાયું ઉદ્ઘાટન
નેમિષા સુથાર દ્વારા રીબીન કાપીને પેટ્રોલ પંપનો શુભારંભ કરવામાં આવ્યો
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના કસનપુર (રામપુર) બજાણિયા ક્રોસિંગ પર આશાપુરા હિન્દુસ્તાન પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મોરવા હડપના ધારાસભ્ય નેમિષા સુથાર દ્વારા રીબીન કાપીને પેટ્રોલ પંપનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે પેટ્રોલિયમનું ઉદ્ઘાટન કરવામાં આવતા અહીંની પ્રજાને પેટ્રોલ ભરાવવામાં સરળતા રહેશે. ટૂંક સમયમાં CNG ગેસ પણ ચાલુ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. તેમજ પેટ્રોલ પંપના માલિક વિક્રમસિંહ બી ચૌહાણ, વીણા, ભાવિકા, મેહુલ કુમાર વી ચૌહાણ ઉપસ્થિત મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો. ઉદ્ઘાટન સમયે સાધુ સંતો, ગ્રામજનો, અગ્રણીઓ, ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકા ના કસનપુર (રામપુર) બજાણિયા ક્રોસિંગ ખાતે પુર્વ કેન્દ્રીય મંત્રી, દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર, લીમખેડા MLA શૈલેષ ભાભોર, મોરવા હડફ ના MLA નિમિષા બેન સુથારના હસ્તે નવીન આશા પુરા હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.ના રી ટીઇલ આઉટ – લેટ પેટ્રોલ પંપ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આ તકે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે અહીંની પ્રજાને પેટ્રોલ પુરાવા માટે છેક સંતરોડ સુધી લાંબા થવું પડતું હતું ભારે અગવડતા પડતી હતી સંતરોડ થી મોરવા હડફ ની વચ્ચે પેટ્રોલ પંપ ન હતો જેથી કસનપુર (રામપુર) બજાણીયા ક્રોસિંગ નવીન આશાપુરા હિન્દુસ્તાન પેટ્રોલિયમનું ઉદ્ઘાટન કરવામાં આવતા અહીંની પ્રજાને પેટ્રોલ ભરાવવામાં સરળતા રહેશે ટૂંક સમયમાં સીએનજી ગેસ પણ ચાલુ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ નવીન હિન્દુસ્તાન પેટ્રોલિયમના ઉદ્ઘાટનમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સાંસદ જશવંતસિંહ ભાભોર, લીમખેડા એમએલએ શૈલેષ ભાભોર, મોરવાહડપના ધારાસભ્ય નિમિષા સુથાર, ભાજપા પ્રમુખ તખતસિંહ આર પટેલ, ભાજપા પ્રમુખ બક્ષીપંચ મોરચો વિજય પટેલ, મોરવા હડફ તાલુકા પંચાયત પ્રમુખ જ્યોતિકા ડી બારીયા, સેલ્સ ઓફિસર એચ.પી.સી.એલ. લિ. નીતિન યાદવ ગામના સરપંચો, નિવૃત્ત ટીડીઓ ફતેસિંહ બારીયા, મુકેશ ગીરી બાપુ , સાધુ સંતો ,ગ્રામજનો, અગ્રણીઓ, ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ: અભેસિંહ રાવલ