- આઈટીઆર ભરનાર મહિલાઓનો આંકડો વર્ષ 2019-20ની સરખામણીએ 24 ટકા વધીને 22.50 લાખ પર પહોચ્યો
દેશમાં મહિલાઓની આર્થિક ભાગીદારી ઝડપથી વધી રહી છે. આ તેમના દ્વારા ફાઈલ કરવામાં આવેલા ઈન્કમ ટેક્સ રિટર્ન (ઈંઝછ)ની સંખ્યામાં થયેલા વધારા પરથી સ્પષ્ટ થાય છે. વર્ષ 2019-20માં 1.83 કરોડ મહિલાઓએ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું હતું, આ સંખ્યા 25% વધીને 2023-24માં 2.29 કરોડ થઈ છે. જે રિટર્ન ફાઇલ કરનારાઓમાં ત્રીજા ભાગની મહિલાઓ હોવાનું સૂચવે છે.
નાણા મંત્રાલયના આંકડા મુજબ મહારાષ્ટ્ર, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં મહિલા કરદાતાઓની સંખ્યા સૌથી વધુ હતી. મહારાષ્ટ્રમાં વર્ષ 2019-20માં આ આંકડો 29.94 લાખથી વધીને 2023-24માં 36.83 લાખે પહોચ્યો છે. જે મહિલાઓની ભાગીદારીમાં 23 ટકાનો વધારો દર્શાવે છે. જે ગુજરાતમાં 2019-20માં 18.08 લાખથી 24 ટકા વધીને 2023-24માં 22.50 લાખ પર પહોચ્યો છે. તેમજ આ બન્ને રાજ્યો બાદ ત્રીજા સ્થાને ઉત્તર પ્રદેશમાં 2019-20માં 15.81 લાખથી વધીને 2023-24માં 20.43 લાખ એટલે 29 ટકાનો વધારો સૂચવે છે.
રાજ્યમાં એકંદર આઈટીઆર ફાઇલર્સ કરતા માટે એક્સેસ કરાયેલ ડેટામાં 2019-20, 2020-21, 2021-22 અને 2022-23માં 38.2 લાખ, 39.2 લાખ, 39.8 લાખ અને 42.6 લાખ ફાઇલર્સ દર્શાવવામાં આવ્યા છે. રાજ્યમાં તમામ આઈટીઆર ફાઈલ કરનારાઓમાં મહિલાઓનો ત્રીજો ભાગ હતો, જ્યારે 2019-20માં તે માત્ર 29 ટકા હતો, જે દર્શાવે છે કે મહિલા ફાઈલરોમાં એકંદર વૃદ્ધિ નોંધાઈ છે.આર્થિક તકોમાં વધારો અને વધુ પ્રગતિશીલ સામાજિક વાતાવરણ મહિલાઓની નાણાકીય સ્વતંત્રતાને પ્રોત્સાહિત કરે છે.
તેલંગાણા જેવા રાજ્યો સૌથી વધુ નોંધપાત્ર ટકાવારી 39 ટકાનો વધારો દર્શાવે છે. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ અનુક્રમે 12.9 લાખ અને 15.5 લાખ મહિલા ફાઇલર્સ સાથે સતત વૃદ્ધિ દર્શાવે છે. દિલ્હી 11 ટકાની સાધારણ વૃદ્ધિ દર્શાવે છે, જે 12.08 લાખ મહિલા ટેક્સ ફાઇલર્સ સુધી પહોંચે છે.