- ઘરફોડ ચોરીને અંજામ આપતી એમ.પી. જાંબુઆ ગેંગના 6 સભ્યો ઝડપાયા
- સોના-ચાંદીના દાગીના કબ્જે કરાયા
- 3 આરોપીઓ વોન્ટેડ જાહેર
- પોલીસે 4 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો
નવસારીના આંતર જીલ્લામાં ઘરફોડ ચોરી કરતી એમ.પી. જાંબુઆ ગેંગના 6 સભ્યો ચોરીના દાગીના સાથે ઝડપાયા હતા. આ દરમિયાન 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. તેમજ પોલીસે 4 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
અનુસાર માહિતી મુજબ, નવસારી એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે આંતર જીલ્લામાં ઘરફોડ ચોરી કરતી એમ.પી. જાંબુઆ ગેંગના 6 સભ્યોને ચોરીના દાગીના સાથે ધોળાપીપળા ઓવરબ્રિજ નીચેથી ઝડપી પાડી 4 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. જયારે અન્ય 3આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
આ ઉપરાંત નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે નં. 48 ઉપર ધોળાપીપળા ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ ઉપરથી મરુન રંગની ટાટા સુમો કાર (નં. એમપી-67-બી-0275) માંથી એમ.પી. ના જાંબુઆના 6 ઇસમોને ઝડપી પાડયા હતા. પોલીસને તેઓ પાસેથી ઘરફોડ ચોરી કરવાના સાધનો, બુકાની, લોખંડ ઓજારો, સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી આવ્યા હતા. જેથી પોલીસે તે 6 ઇસમોને પૂછપરછ કરતા તેઓ નવસારીમાં ચોરી કરવા માટે આવ્યા હતા.
આ ઉપરાંત અગાઉ ગણદેવીના અમલસાડ ખાતે ઘરફોડ ચોરી કરી હોવાનું તેમજ છોટાઉદેપુર, રાજકોટ અને ભરૂચ જીલ્લામાં ઘરફોડ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. તેમજ આરોપીઓની એમ.પી ખાતેથી પ્રાઈવેટ વાહનો જેવા કે પીકઅપ, ટાટા સુમો જેવા વાહનોમાં ઘરફોડ કરવાના સાધનો સાથે આવી દરેક વખતે અલગ-અલગ ટીમ બનાવી જે-તે વિસ્તારમાં આરોપીઓના ગામ બાજુના મજૂરો કામ કરતા હોય તેઓનો સંપર્ક કરી વિસ્તારમાં આવેલા બંધ મકાનોની રેકી કરી રાત્રીના સમયે બંધ મકાનના બારીના સળિયા કાપી તેમજ બંધ મકાનના તાળા તોડી ઘરફોડ ચોરી કરતા હતા.
અહેવાલ : રામ સોનગઢવાલા