પ્રિટી ઝીંટા, જયા બચ્ચન, કાજોલ અને તનીશાએ ૬૩માં ફિલ્મ મેર એવોર્ડ સમારોહમાં સેલ્ફી લીધી હતી. આ તકે જયાં એકદમ હળવા મૂડમાં જોવા મળ્યા હતા.
પત્રકારોને આસાનીથી પોઝ કે ઈન્ટરવ્યૂ ન આપતા જયા બચ્ચને અભિનેત્રીઓ પ્રીટી ઝીટા, કાજોલ અને તનીશા સાથે સારી એવી ગમ્મત કરી હતી અને સેલ્ફી માટે સ્માઈલિંગ લૂક આપ્યો હતો. કાજોલે જયા બચ્ચન સાથે ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ માં કામ કર્યું છે. પરંતુ પ્રીટી ઝીંટા કે તનિષાને જયાજી સાથે હજુ કામ કરવાનો મોકો મળ્યો નથી. પ્રીટી અત્યારે એક હર્બલ બ્યૂટી પ્રોડકટની એડમાં જોવા મળે છે. તેના હાથ પર અત્યારે એક પણ ફિલ્મ નથી. છેલ્લે તેની ફિલ્મ ‘લવ ઈન પેરિસ’ રીલીઝ થઈ હતી જે ફલોપ રહી હતી કાજોલની ફિલ્મ વીઆઈપી (હીરો-ધનુષ) થોડાસ મય પેલા રીલીઝ થઈ હતી આ ફિલ્મ સાઉથમાં ચાલી પણ બોલીવૂડમાં દર્શકોને રીઝાવી શકી ન હતી. વાત રહી તનિષાની તો તેને ફિલ્મ સરકારના પ્રથમ ભાગમાં કામ કર્યું હતુ. તેની પ્રથમ ફિલ્મ ‘નિલ એન્ડ નિકકી’ હતી. છેલ્લે ટીવી શો ‘બિગ બોસ’માં જોવા મળી હતી. તે જીજુ અજય દેવગનની લાડકી છે.તેને હજુ બેચલર લાઈફ એન્જોય કરવી છે. લગ્નનો ‘લકકડ લાડુ’ હજુ હમણા ખાવો નથી.