- શ્રીજી હીરો કંપનીના શોરૂમમાંથી થયેલ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો
- ગુનામાં સંડોવાયેલ ગૌતમ મકવાણાની પુછપરછ હાથ ધરાઈ
- લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ અને પોલીસ આરોપીને રૂ 9,60,000 /- સાથે ઝડપી પાડયો
ધ્રાંગધ્રામાં આવેલ શ્રીજી હીરો કંપનીના શોરૂમમાંથી મોટર સાયકલની ચોરી થઈ હતી. જે ગુનામાં સામેલ ગૌતમ મકવાણા મોટર સાયકલ સાથે મળી આવતા તેને હસ્તગત કરી પુછપરછ હાથ ધરી હતી. ધ્રાંગધ્રા ખાતેના શો રૂમમાંથી મોટર સાયકલ ચોરી કરેલ હોવાની કુબલાત કરી હતી. આ ઉપરાંત આરોપી પાસેથી ચોરીમાં ગયેલ 12 મોટરસાયકલ કુલ કીમત રૂ.9,60,000 /-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. આ દરમિયાન આગળની કાર્યવાહી સીટી પોલીસને સોંપવામાં આવી છે.
અનુસાર માહિતી મુજબ, લોકલ ક્રાઇમને મળેલ બાતમીનાં આધરે ધ્રાંગધ્રામાં આવેલ શ્રીજી હીરો કંપનીના શોરૂમમાંથી મોટર સાયકલની ચોરી થયેલ થઈ હતી. જે ગુનામાં સામેલ ગૌતમ મકવાણા મોટર સાયકલ સાથે મળી આવ્યો હતો. જેની જરૂરી વોચ તપાસમાં રહી મોટર સાયકલ સાથે મળી આવતા તેને હસ્તગત કરી પુછપરછ હાથ ધરી હતી.
ધ્રાંગધ્રા ખાતેના શો રૂમમાંથી મોટર સાયકલ ચોરી કરેલ હોવાની કુબલાત કરી હતી, તેમજ આરોપી પાસેથી ચોરીમાં ગયેલ કુલ 12 મોટરસાયકલ, કુલ કીમત રૂ.9,16,000/- એમ 100% મુદ્દામાલ રીકવર કરી, આગળની કાર્યવાહી અર્થે ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવી છે.
અહેવાલ : સલીમ ઘાંચી