- આર્મીમેનનો સત્કાર સમારંભ અને રેલી યોજીને સન્માન કરાયું
- ફૂલહાર, શાલ, અને મોમેન્ટોથી સન્માનિત કરવામા આવ્યા હતા
- આર્મીમેનના સસરા દ્વારા સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો
મુળ ઉના તાલુકાના ઉંદરી ગામના વતની ભાવેશ બામટા જેવો ઓગણીશ વર્ષીય આર્મીમેનની ફરજ પૂર્ણ કરી માદરે વતન તેઓનું સન્માન સમારોહ યોજાયો હતો. આર્મીમેન ભાવેશના સસરા નરેન્દ્ર તેરૈયા દ્રારા સત્કાર સમારંભનુ ભવ્યાતિભવ્ય આયોજન કરવામા આવ્યું હતું. જેમા જસદણના રાજગોર બ્રાહ્મણ સમાજ તેમજ સગાસંબંધી તેમજ આ વિસ્તારના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું. આર્મીમેનનુ ફૂલહાર, શાલ, અને મોમેન્ટો થી સન્માનિત કરવામા આવ્યા હતા.
અનુસાર માહિતી મુજબ, મુળ ઉના તાલુકાના ઉંદરી ગામના વતની ભાવેશ બામટા જેવો 19 વર્ષ આર્મીમેનની ફરજ પૂર્ણ કરી માદરે વતન તેવોનુ સન્માન સમારોહ યોજાયો હતો. આ દરમિયાન ખાસ વાત કે જસદણ શહેરમા આર્મીના સસરા નરેન્દ્ર તેરૈયા દ્રારા સત્કાર સમારંભનુ ભવ્યાતિભવ્ય આયોજન કરવામા આવ્યું હતું. આ કાર્યક્રમ આટકોટ રોડ પર આવેલ પાણીના ટાંકાથી ગંગાભુવનથી યુગ રેસીડેન્સી સુધી આર્મીનુ સન્માન રેલી યોજીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જસદણ રાજગોર બ્રાહ્મણ સમાજ તેમજ સગાસંબંધી તેમજ આ વિસ્તારના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રેલીનુ આયોજન થયુ હતુ અને આ આર્મીમેન ભાવેશ વિનોદરાય બામટાનુ ફૂલહાર, શાલ અને મોમેન્ટોથી સન્માનિત કરવામાં આવેલ હતું અને ખાસ આ કાર્યક્રમમા દેશ ભક્તિ અને સૌર્યના ગીતોથી લોકો ભાવવિભોર થયા હતા અને આર્મીમેનનુ સન્માન થતા એ પણ ભાવવિભોર બનીને ખુબ ખુશી વ્યક્ત કરી હતી અને ખાસ કે આર્મીમેન ભાવેશએ જણાવ્યુ હતુ કે આ મારુ સન્માન થતા એવુ લાગી રહ્યુ છે કે હજુ ફરજ પર પરત જઇને દેશ માટે હજુ કઈક કરવુ છે તેવી દેશ પ્રત્યે લાગણી દર્શાવી હતી અને આ સત્કાર સમારોહના આયોજક નરેન્દ્ર તેરૈયા, સુરેશ જોષી, અશોક ચાંવ. પ્રવીણ દવે, જીતેન્દ્ર તેરૈયા અને જસદણ રાજગોર બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહીને આર્મીમેન ભાવેશ બામટાને સન્માનિત કરવા ભાવવિભોર બન્યા હતા.
અહેવાલ : કાળુ રાઠોડ