- સુવર્ણ મહોત્સવમાં કાર્યકરોના ઘોડાપુર ઉમટ્યા: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અદભુત પ્રસ્તૃતિ
- વડોદરાના 10 હજાર, સુરતના 4 હજાર, અમદાવાદ-ગાંધીનગરના 30 હજાર, રાજકોટના 2600 અને અન્ય રાજ્યો સહિત વિદેશથી 1 લાખ કાર્યકરો અમદાવાદ પહોંચી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા વધુ એક ઇતિહાસ રચવા જઈ રહી છે. ન ભૂતો ન ભવિષ્યતિ કહેવાય એવો ’કાર્યકર સુવર્ણ મહોત્સવ’ પ્રારંભ થયો છે. આજે આ યોજાનારા ઐતિહાસિક કાર્યક્રમમાં વડોદરાના 10 હજાર, સુરતના 4 હજાર, અમદાવાદ-ગાંધીનગરના 30 હજાર, રાજકોટના 2600 અને અન્ય રાજ્યો સહિત વિદેશથી 1 લાખ કાર્યકરો અમદાવાદ પહોંચી રહ્યા છે. સ્ટેડીયમ પર કાર્યકર્તાઓને આપવામાં આવેલા પાસની ચકાસણી કરાયા બાદ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે સુવર્ણ કાર્યકર મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, ત્યારે સ્ટેડિયમમાં બપોરે 1 કલાકથી કાર્યકારોનો પ્રવેશ શરૂ થઇ ગયો હતો. આ સમગ્ર કાર્યક્રમની તૈયારીઓ ફેબ્રુઆરી 2023થી શરૂ કરવામાં આવી રહી હતી.આ અંગે અક્ષર વત્સલ સ્વામીએ જણાવ્યું હતું કે, સ્વયંસેવકોના યોગદાન અંગે મહંત સ્વામીનું વિચારવાનું હતું કે તેઓ ખુદ તેમના ઘરે જાય પરંતુ સ્વાસ્થ્યને કારણે તે સંભવ ન હતું. જેથી અમે વર્ષ દરમિયાન અલગ અલગ એવી રીતે આયોજન કર્યું કે મહંત સ્વામી આ કાર્યકરો સાથે આંખથી આંખ મેળવી શકે. 1972માં પ્રમુખ સ્વામી મહારાજે કાર્યકર્તાઓ માટે આ સંગઠનની શરૂઆત કરી હતી. આ સ્વંયસેવકો દુનિયામાં ગમે તેવી કપરી પરિસ્થિતિ હોય તેવી સ્થિતિમાં જઈને મદદ કરે છે.આ કાર્યક્રમ દરમિયાન સ્ટેડિયમની અંદર જ વાવાઝોડું, આકાશમાં ફળ, ફૂલ, વૃક્ષોની થીમ દર્શાવવામાં આવશે. બીજ, વૃક્ષ અને ફળ-ફૂલના માધ્યમથી દર્શાવવામાં આવશે કે બીએપીએસના સંતોએ સેવા અને આધ્યાત્મિકતાનો બીજનું રોપણ કર્યું. કેવી રીતે સ્વયં સેવક પોતાની વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનના પડકારો અને મુશ્કેલીઓ વચ્ચે પણ સેવા માટે વૃક્ષની જેમ અડગ રહ્યા. અંતમાં તેનું ફળ સમાજના એવા વર્ગને મળ્યું જેને ખરેખર જરૂર હતી. આ કાર્યક્રમમાં વચ્ચે સંતોની સ્પીચ, ડોક્યુમેન્ટ્રી અને ફોટોગ્રાફ પણ દેખાડવામાં આવશે. કાર્યર્તાઓના સંઘર્ષ દેખડવામાં આવશે તેની વચ્ચે વાવાઝોડામાંં પણ વૃક્ષ અડગ ટકી રહેશે. આત્મવિશ્વાસ હોય તો આકાશમાં પણ ફળ ઉગાડી શકાય.
કાર્યક્રમ આ પ્રકારે યોજાશે
- બપોરે 1-30થી કાર્યકરોનો પ્રવેશ શરૂ બપોરે 2 કલાકે વિદેશના કાર્યકરોનો પ્રવેશ.
- સાંજે 5 કલાકે મહત સ્વામીનો પ્રવેશ સાંજે 5-15એ 15 મિનિટનો પ્રવેશ ઉત્સવ.
- સાંજે 5-20થી કાર્યકર સુવર્ણ મહોત્સવ શરૂ.
- રાત્રે 8-30 સમાપન.