ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ સમયે લગ્નની ધૂમ મચી ગઈ છે. આ દરમિયાન હજુ થોડા દિવસ પહેલા જ મલ્હાર-પૂજા જોશી લગ્નના બંધનમાં બંધાયા હતા. ત્યારે હવે આરોહી પટેલ-તત્સત મુનશીએ પણ મંગળફેરા ફરી લીધા છે. આરોહી પટેલ અને તત્સત મુનશીની લગ્નની તસવીરો વાયરલ થઈ રહી છે. આરોહી અને તત્સતના લગ્ન પહેલાની કેટલીક વિધિઓના વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યા છે.
View this post on Instagram
હવે આરોહી અને તત્સતની લગ્નની તસવીરો તેમણે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચાહકોને તેમના લગ્નના શુભ સમાચાર આપ્યા છે. તેમજ આ પોસ્ટ કરતી વખતે આરોહી પટેલે લખ્યું છે કે, “प्यार दोस्ती है” અને આની સાથે તેણે બે હાથથી હાર્ટ બનાવતી ઈમોજી પણ પોસ્ટ કરી છે, જુઓ તેમની તસવીરો….
મળતી માહિતી મુજબ,આરોહી પટેલ અને તત્સત મુનશીએ ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યાં છે. આરોહી અને તત્સતના લગ્નમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની નામી કલાકારો ઉદયપુર પહોંચ્યા હતા.
આરોહી અને તત્સત બંનેએ લગ્નમાં પોતાનો લૂક સિમ્પલ રાખ્યો હતો, છતાં પણ તેઓ આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.