- મેઘરજમાં બે જૂથ સામસામે પથ્થરમારો થતાં અફરાતફરી મચી ગઈ
- પથ્થરમારામાં બંને જૂથના લોકોને સામાન્ય ઈજાઓ થઈ
- મેઘરજમાં પોલીસ બંદોબસ્ત કરાયો
- એસ.પી શૈફાલી બારવાલ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી
અરવલ્લીના મેઘરજમાં મોડીરાત્રે જૂથ અથડામણની ઘટના સર્જાઈ હતી. આ અથડામણમાં હોમગાર્ડ સહિત 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલિક સારવાહર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમજ આ ટોળાએ ઉશ્કેરાઈને અજંપાભરી સ્થિતિ છે. આ દરમિયાન પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ નોંધી છે,અને સામસામે પક્ષે ગુનો નોંધ્યો છે.
અનુસાર માહિતી મુજબ, મેઘરજમાં બે જૂથ વચ્ચે બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન બે જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો. તેમજ મેઘરજમાં લોકોના ટોળા ઉમટ્યા હતા. આ દરમિયાન ધાર્મિક સ્થળ પાસે અચાનક પથ્થરમારો થતાં અફરાતફરી મચી ગઈ હતી. ત્યારે મેઘરજમાં અરવલ્લી જિલ્લામાંથી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી હતી. તેમજ પથ્થરમારામાં બંને જૂથના લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. ત્યારે અરવલ્લી જિલ્લા એસ.પી શૈફાલી બારવાલ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ દરમિયાન બંને જૂથો વચ્ચે અથડામણનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
અહેવાલ : ઋતુલ પ્રજાપતિ