- ધ્રોલ તાલુકાના નથુવડલા ગામના ખેડૂત યુવાનને વિજ ટ્રાન્સફોર્મરમાંથી વીજ આંચકો લાગતાં થયું મૃ*ત્યુ
- જામનગરના એક ખેડૂત યુવાનને વીજ પોલ પર પર ચડીને ટ્રાન્સફોર્મરમાં લાઈટ ચેક કરતી વેળાએ એકાએક વિજ આંચકો લાગ્યો હતો, અને તેનું મૃ-ત્યુ નીપજયું.
Jamnagar News : આ બનાવની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના નથુવડલા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા દિલીપ અમરશી કગથરા નામના 45 વર્ષના ખેડૂત યુવાન ગઈકાલે બપોરે આશરે 2:30 વાગ્યાના અરસામાં પોતાની વાડી પાસે આવેલા ટ્રાન્સફોર્મર ઉપર ચડીને લાઈટ ચેક કરવા જઈ રહ્યા હતા.
જે દરમિયાન અચાનક તેને ટીસીમાંથી વીજ આંચકો લાગ્યો હતો, અને નીચે પટકાઈ પડ્યા હતા. ત્યારબાદ તેને તાત્કાલિક અસરથી ધ્રોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમજ ત્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃ-ત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃ-તકના સંબંધી ધર્મેન્દ્ર કાનજી કગથરાએ પોલીસને જાણ કરતાં ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.બી.સોઢીયા બનાવના સ્થળે તેમજ ધ્રોલની સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃ-તદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે તપાસ શરૂ કરી છે.
અહેવાલ : સાગર સંઘાણી