- બે દિવસ માટે રવિ કૃષિ મહોત્સવનો કરાયો પ્રારંભ
- ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગે અપાઈ માહિતી
- ધારાસભ્ય લવિંગજી ઠાકોર રહ્યા ઉપસ્થિત
પાટણ જીલ્લાના રાધનપુર ખાતે આવેલ રાપરીયા હનુમાનજી મંદિરની બાજુમાં બે દિવસ માટે રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તાલુકાના તમામ ખેડૂતોને યોજનાલક્ષી માહિતી મળી રહે તે હેતુથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તાલુકાના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ, અને બી.એમ.સરગરા જિલ્લા પશુપાલન અધિકારી અને સુવાતર હારીજ ખેતી વાડી અધિકારી, વિસ્તરણ અધિકારી, મદદનીસ સંશોધન વિજ્ઞાનિક સી.કે.દેસાઈ, તાલુકા વિકાસ અધિકારી, રાધનપુર પ્રાંત અધિકારી તેમજ તાલુકા પંચાયતના સદસ્યો સહીત તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
મળતી માહિતી મુજબ, પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના તમામ ખેડૂતોને યોજનાલક્ષી માહિતી મળી રહે તે માટે બે દિવસ સુધી રાધનપુર રાપરીયા હનુમાનજી મંદિરની બાજુમાં રાધનપુર તાલુકાનો રવિકૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ રાધનપુર તાલુકાના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ આપવામાં આવી હતી.
આ તકે ઉપસ્થિત રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ, અને બી.એમ.સરગરા જિલ્લા પશુપાલન અધિકારી અને, વિક્રમ સુવાતર હારીજ ખેતી વાડી અધિકારી, અને રાધનપુર વિસ્તરણ અધિકારી ખેતીવાડી ભરતભાઈ ચૌધરી, મદદનીસ સંશોધન વિજ્ઞાનિક સી.કે.દેસાઈ, રાધનપુર તાલુકા વિકાસ અધિકારી, રાધનપુર પ્રાંત અધિકારી તેમજ તાલુકા પંચાયતના સદસ્યો સહીત તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : દીપક સથવારા