- હિન્દુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશમાં થઈ રહેલા હિંદુઓ પર અત્યાચારના વિરોધમાં અપાયું આવેદન
- સંતો મહંતોની હાજરીમાં વિશાળ ધર્મસભા યોજાઇ
- સિનિયર સિટીઝન પાર્કથી કલેકટર કચેરી સુધી કઢાઈ રોષભેર મૌન રેલી
- બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરાવવા હિન્દુ સમાજે કરી માંગ
Amreli : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારના વિરોધમાં અમરેલીના સમસ્ત હિન્દુ સમાજ સિનિયર સિટીઝન પાર્ક ખાતે એકઠા થઈ સંતો મહંતોની હાજરીમાં વિશાળ ધર્મસભા પણ યોજાઇ હતી. જેમાં હિંદુઓ ઉપર બાંગ્લાદેશમાં થઈ રહેલા અત્યાચારનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સિનિયર સિટીઝન પાર્કથી અમરેલી કલેકટર કચેરી સુધી રોષભેર મૌન રેલી કાઢવામાં આવી હતી. આ મૌન રેલીમાં શહેરમાંથી તમામ હિન્દુ સંગઠનો અને સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ માંગણીઓ છે કે પૂજનીય સંત ચિન્મય કૃષ્ણ દાસજીને તાત્કાલિક મુકત કરવા પ્રયાસ કરવામાં આવે. તેમજ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરાવવા સહીત વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરવો તેવી હિન્દુ સમાજે માંગ કરી છે.
મળતી માહિતી મુજબ, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારના વિરોધમાં અમરેલીના સમસ્ત હિન્દુ સમાજ સિનિયર સિટીઝન પાર્ક ખાતે એકત્રિત થયા હતા. જ્યા સંતો મહંતોની હાજરીમાં વિશાળ ધર્મસભા પણ યોજાઇ હતો. જેમાં હિંદુઓ ઉપર બાંગ્લાદેશમાં થઈ રહેલા અત્યાચારનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સિનિયર સિટીઝન પાર્કથી અમરેલી કલેકટર કચેરી સુધી રોષભેર મૌન રેલી કાઢવામાં આવી હતી. આ મૌન રેલીમાં શહેરમાંથી તમામ હિન્દુ સંગઠનો અને સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
સમસ્ત હિન્દુ સમાજ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવાયુ છે કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. તેમજ હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે. હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ ખૂબ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે.
આ ઉપરાંત સરકારની જવાબદારી છે કે તે પોતાના નાગરીકોની સુરક્ષા કરે અને કોઈપણ પ્રકારના અત્યાચારોને રોકે અત્યાચારના વિરૂદ્ધમાં ઈસ્કોનમાં પૂજય સંત ચિન્મય કૃષ્ણ દાસજીનાં નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર પણ અત્યાચાર કરી પૂજય સંતને ખોટી રીતે જેલમાં ધકેલી દીધા. જે કૃત્ય પણ અમાનવીય છે. તેમજ માંગણીઓ છે કે પૂજનીય સંત ચિન્મય કૃષ્ણ દાસજીને તાત્કાલિક મુકત કરવા પ્રયાસ કરવામાં આવે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરાવવા, પીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા, હિન્દુ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવા, અત્યાચારોને રોકવા માટે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરવો તેવી હિન્દુ સમાજે માંગ કરી છે.
અહેવાલ : પ્રદિપ ઠાકર